તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
અમે જીતીએ છીએ ત્યારે કોઇ કંઈ કહેતું નથી, ગંભીરને દોષી માનવો એ કોઈ એજન્ડા જેવું લાગે છેઃ સિતાંશુ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના બેટિંગ-કોચ સિતાંશુ કોટક સા.થ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ-મેચમાં ભારતની હાર બાદ હેડ કોચ ગૌતમ ગંભીર પર થઇ રહેલી ટીકાથી ખૂબ નારાજ છે. તેણે કહ્યું હતું કે લોકો શા માટે માત્ર ગૌતમ ગંભીરને દોષી માની રહ્યા છે. અમે જીતીએ છીએ ત્યારે કોઈ કાંઈ કહેતું નથી. કેટલાક લોકોનો પોતાનો એજન્ડા હોઈ શકે છે, તેમને શુભકામના પરંતુ આ ખૂબ ખરાબ છે. હું આ કહી રહ્યો છું કારણ કે હું સ્ટાફનો સભ્ય છું અને મને ખરાબ લાગે છે અકે જણાવતાં સિતાંશુ કોટકે કહ્યું હતું કે કોઈ બેટરો અને બોલરો વિશે વાત નથી કરી રહ્યા. કલકત્તા ટેસ્ટ-મેચ માટે ગંભીરે દોષ સ્વીકાર્યો, કારણ કે તેને લાગ્યું કે ત્યાંના ક્યુરેટરને દોષ ન આપવો જોઈએ.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
