તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
મુંબઈ અને ચેન્નઈ સહિત ૮ ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, બે ટીમોએ હજુ નિર્ણય લીધો નથી
આરસીબીમાં રજત પાટીદાર, ચેન્નઈમાં રિતુરાજ ગાયકવાડ, મુંબઈમાં હાર્દિક પંડયા, પંજાબમાં શ્રેયસ ઐય્યર, ગુજરાતમાં શુભમન ગિલ, લખનઉમાં રિષભ પંત, દિલ્હીમાં અક્ષર પટેલ અને હૈદરાબાદ માટે પેટ કમિંસની જાહેરાત

રાજકોટઃ આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૬ માટેની તૈયારીઓ તેજ બની રહી છે. અને રિટેન્શન લિસ્ટ જાહેર થયા બાદ ટીમોએ પોતાના સ્ક્વોડ્સને લગભગ અંતિમરૂપ આપવાનું શરૂ કરી દીધું છે. ૧૬ ડિસેમ્બરના મિનિ-ઓક્શન પહેલાં જ દસમાંથી આઠ ટીમોએ તેમના નવા અથવા ચાલુ રાખેલા કપ્તાનોની પુષ્ટિ કરી દીધી છે. આ વખતે એવી કેટલીક પસંદગીઓ સામે આવી છે, જેણે ચાહકોને પણ આヘર્યમાં મૂકી દીધા છે, જ્યારે બે ટીમો હજી પણ અંતિમ નિર્ણય સુધી પહોંચી નથી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફ ધ્યાન જાય તો, આ ટીમે ફરી એક વાર વિશ્વાસ મૂક્યો છે રજત પાટીદાર પર. ગયા સીઝનમાં ચેમ્પિયન બનેલી આ ટીમે સતત પ્રદર્શન અને શાંત સ્વભાવને ધ્યાનમાં લેતાં, બેંગ્લોરે આ સીઝન માટે પણ રજતને જ કેપ્ટન તરીકે રિટેન કર્યો છે.
જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની કમાન ફરી રિતુરાજ ગાયકવાડ જ સંભાળશે. ઘણા પ્રશંસકો માનતા હતા કે નવા જોડાયેલા સંજુ સેમસનને નેતૃત્વ મળી શકે, પરંતુ ફ્રેન્ચાઈઝીએ રિતુરાજ પર જ સંપૂર્ણ ભરોસો મુક્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડયાને જ કેપ્ટન તરીકે જાળવી રાખ્યા છે. હાર્દિકે મુંબઈ સાથે આઈપીએલ કારકીર્દી શરૂ કરી અને પછી ૨૦૨૨માં ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવ્યા. હવે તેઓ ફરી મુંબઇને મજબૂત સ્થિતિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે.
કોલકતા નાઈટ રાઈડર્સે અજીંક્ય રહાણેને રિટેન તો કર્યા છે, પરંતુ હજુ કેપ્ટન અંગે સત્તાવાર જાહેરાત કરી નથી. આ ટીમ ફરી નવું નેતૃત્વ લાવશે કે અનુભવી રહાણે પર જ ભરોસો મૂકાશે.
પંજાબ કિંગ્સે આ સીઝનમાં મોટો જુગાર રમીને શ્રેયસ અય્યરને ટીમનો ચહેરો બનાવ્યો હતો. તેઓએ ટીમને ફાઈનલ સુધી પહોંચાડીને પોતાના મૂલ્યને યોગ્ય ઠરાવ્યું હતું. તેમનું સતત પ્રદર્શન તેમને ફરી કેપ્ટન તરીકે સ્થિર કરે છે.
ગુજરાત ટાઈટન્સ તરફથી શુભમન ગિલ ફરી કમાન સાંભળશે, જે ટીમના સતત પ્રદર્શનને વધુ મજબૂત બનાવે છે. ગિલે છેલ્લા કેટલાંક વર્ષોમાં માત્ર આઈપીએલ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ટીમ ઈન્ડિયાના અગ્રણીઓમાં સ્થાન બનાવ્યું છે.
લખનૌ સુપર જાયન્ટસે રિષભ પંતને કેપ્ટન તરીકે રિટેન કર્યા છે. તેઓ પોતાની જૂની ફ્રેન્ચાઈઝી દિલ્હીથી લખનૌમાં સ્થાનાંતરિત થયા બાદ નવા ચેલેન્જ માટે તૈયાર છે
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
