<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

પાકિસ્‍તાની ખેલાડી સાથે હાથ મિલાવતા ટ્રોલ થયો હરભજન

નવી દિલ્‍હીઃ અબુધાબી ટી૧૦ લીગની શરૂઆતમાં જ ભૂતપૂર્વ ભારતીય સ્‍પિનર હરભજન સિંહને ઍસ્‍પિન સ્‍ટેલિયન્‍સની કેપ્‍ટન્‍સી સોંપવામાં આવી હતી. જોકે નૉર્ધર્ન વોરિયર્સ સામેની પહેલી જ મૅચમાં ભજ્‍જીની ટીમ ૪ રનથી હારી ગઈ હતી. ૧૧૫ રનના ટાર્ગેટ સામે જ્‍યારે અંતિમ ઓવરમાં ૮ રનની જરૂર હતી ત્‍યારે પાકિસ્‍તાનના ફાસ્‍ટ બોલર શાહનવાઝ દહાનીએ ભજ્‍જી સહિત ત્રણ બોલરની વિકેટ ઝડપી લઈને માત્ર ૩ રન આપ્‍યા હતા. ભજ્‍જીની ટીમ ૭ વિકેટે ૧૧૦ રન કરી શકી હતી. એક રન બનાવીને અંતિમ ઓવરમાં રનઆઉટ થયેલા ભજીએ મૅચના અંતે શાહનવાઝ દહાની સાથે હાથ મિલાવ્‍યો હતો જેનો વિડિયો સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વર્ષે વર્લ્‍ડ ચેમ્‍પિયનશિપ ઑફ લેજન્‍ડ્‍સ ટુર્નામેન્‍ટમાં ભજ્‍જી સહિતના ભૂતપૂર્વ ભારતીય પ્‍લેયર્સે પહલગામ હુમલાને કારણે પાકિસ્‍તાન સામે રમવાની ના પાડી દીધી હતી. સોશ્‍યલ મીડિયા પર ભજ્જને તેના આ વલણ બદલ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને એને દંભી કહેવામાં આવી રહ્યો છે.

(3:20 PM IST)