<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

ગંભીરે કામાખ્‍યાદેવી મંદિરે દર્શન કર્યા

નવી દિલ્‍હીઃ કલકત્તા ટેસ્‍ટ-મેચમાં ભારતની કારમી હાર બાદ ગૌતમ ગંભીરના નિર્ણયો અને કોચિંગ પર સવાલ ઉભા થયા છે. આવતી કાલથી ગુવાહાટીમાં શરૂ થનારી બીજી ટેસ્‍ટ-મેચ જીતીને ભારત સિરીઝ ડ્રો કરી શકશે, નહીં તો સિરીઝ ગુમાવવાનો વારો આવશે. આ કરો યા મરો ટેસ્‍ટ-મેચ પહેલાં હેડ કોચ ગૌતમ ગંભીરે ગુવાહાટીમાં પ્રખ્‍યાત કામાખ્‍યાદેવીના મંદિર પહોંચીને પ્રાર્થના કરીને આશીર્વાદ લીધા હતા. અગાઉ મહત્‍વપૂર્ણ સિરીઝ કે ટુર્નામેન્‍ટ પહેલાં ગંભીર કામાખ્‍યાદેવી સહિત ઘણાં મહત્‍વનાં મંદિરોમાં આશીર્વાદ લેતો જોવા મળ્‍યો છે.

(3:54 PM IST)