<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

જ્‍યાં મારા આઈડલ સચિન તેંડુલકર સરે પોતાના સપના લખ્‍યા હતા એ જ ગ્રાઉન્‍ડ પર મારી સદી કે જે મારા જીવનની પણ યાદગાર સદી બની ગઈઃ ભીમા ખૂંટી

ગુજરાત વ્‍હીલચેર ક્રિકેટ ટીમના કેપ્‍ટન ભીમા ખૂંટીએ મહારાષ્ટ્ર સામે ૨૫ છગ્‍ગા સાથે માત્ર ૫૯ બોલમાં નોટ આઉટ ૧૩૧ રનની ધમાકેદાર ઇનિગ્‍સ રમીને ઢગલાબંધ રેકોર્ડ તોડયા

રાજકોટઃ તાજેતરમાં મુંબઈના એમ.આઈ.જી ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે વેસ્‍ટ ઝોન ચેમ્‍પિયનશિપ રમાઈ હતી જેમાં મુંબઈ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ ત્રણ  ટીમો ભાગ લીધો હતો. આ ટુર્નામેન્‍ટમાં ગુજરાત ટીમની મહારાષ્ટ્ર અને મુંબઈ સામે એક  લીગ મેચ ગુજરાતના કેપ્‍ટન ભીમા ખૂંટી ને હાથના ભાગમાં ક્રેમ્‍પ આવવાથી મુંબઈ સામેની મેચ રમી શક્‍યા ન હતા. અને મુંબઈ સામેની લીગ મેચમાં ગુજરાતની ટીમને હારનો સામનો કરવો પડ્‍યો હતો. અને જ્‍યારે મુંબઈ એ ગુજરાત અને મહારાષ્ટ્રને હરાવીને ફાઇનલમાં પ્રવેશી ગઈ હતી. ત્‍યારે ગુજરાતની ટીમને ફાઇનલમાં પહોંચવા માટે મહારાષ્ટ્રને હરાવવું જરૂરી હતું મતલબ એવું કહી શકાય કે કરો યા મરોવાળી પરિસ્‍થિતિ આવીને ઊભી હતી. અને મોસમ ખરાબ હોવાના કારણે આ મેચ ૧૫-૧૫ ઓવરની રમાઈ હતી. આ મેચમાં ગુજરાતની ટીમે ટોસ જીતીને પહેલા બેટિગ કરવાનું પસંદ કર્યું હતું. જ્‍યારે ટોસ ટાઈમે ભીમા ખુંટીને પૂછવામાં આવ્‍યું કે તમે પહેલા બેટિગ કરવાનું નિર્ણય શા માટે કર્યો હતો ત્‍યારે ભીમા ખૂંટીએ એવું જણાવ્‍યું હતું કે એક સપાટ વિકેટ પર સારો સ્‍કોર કરીને સામેની ટીમને દબાવમાં નાખીને અમે અમારી રણનીતિ મુજબ જીતવાના પ્રયાસો કરશું.

ગુજરાત તરફથી ઓપનિગમાં કેપ્‍ટન ભીમા ખૂંટી અને વિષ્‍ણુ રાવલે પારિની શરૂઆત કરી હતી. આ ૧૫ ઓવરની મેચમાં ચાર ઓવર નો પાવર પ્‍લે હતો અને આ ચાર ઓવરના પાવર પ્‍લેમાં ગુજરાતના કેપ્‍ટન ભીમા ખુંટીએ આક્રમક બેટિગ કરીને પાવર પ્‍લેનો ભરપૂર ફાયદો ઉઠાવીને ગુજરાતનો સ્‍કોર ૬૨ રમે પહોંચાડી દીધો હતો અને ૫.૩ ઓવરમાં માત્ર ૨૨ બોલમાં ૫૩ રન ફટકારીને કેપ્‍ટન ભીમા ખૂંટીએ પોતાનું અર્ધ શતક પૂરું કર્યું હતું. જોતજોતામાં ૨૦ છગ્‍ગા માત્ર ૪૩ બોલમાં સદી ફટકારી દીધી હતી. આ ગ્રાઉન્‍ડ પર ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પણ ક્‍યારેય આવી આક્રમક પારી રમી ન હતી એવી પરી આપણા ગુજરાતના કેપ્‍ટન ભીમા ખૂંટી રમી ગયા હતા અને ભીમા ખૂંટી હજી આયા જ સ્‍ટોપ થયા ન હતા ભીમા ખૂંટીએ ૨૫ છોગા સાથે માત્ર ૫૯ બોલમાં નોટ આઉટ ૧૩૧ રનની ધમાકેદાર ઈનિગ્‍સ રમીને માત્ર ૧૫ ઓવરમાં ગુજરાતનો ટોટલ ૨૧૩ રનનો ખડકી દીધો હતો. અને આ વિશાળ ટોટલમાં વિષ્‍ણુ રાવલના ૫૦ રનનું પણ યોગદાન સામેલ હતું. જ્‍યારે ૨૧૪ ના વિશાળ ટાર્ગેટને હાસિલ કરવા મહારાષ્ટ્રની ટીમ મેદાનમાં ઉતરી ત્‍યારે માત્ર ૧૩૦ રન જ બનાવી શકી હતી અને ગુજરાતની ટીમનો ૮૩ રનેથી ભવ્‍ય વિજય થયો હતો. આ મેચમાં કેપ્‍ટન ભીમા ખૂંટીને મેન ઓફ ધ મેચના ખિતાબથી નવાજમાં આવ્‍યો હતો.

 ફાઇનલ મેચમાં પણ કિગ કેપ્‍ટન ભીમાએ ૧૪ ચોગા સાથે ૭૨ રનની એક આક્રમક ઇનિગ્‍સ રમી હતી તો પણ ગુજરાતની ટીમને ફાઇનલ જીતાડી ના શક્‍યો.ટુર્નામેન્‍ટ શરૂ તે પહેલા જ ભીમાખૂંટીએ જણાવ્‍યું હતું કે હર વખત એટલે હાથે ટીમને જીતાડવી શક્‍ય નથી. મેન ઓફ ધ સીરીઝ નો ખિતાબ અને સાથે બેસ્‍ટમેન ઓફ ધ ટુર્નામેન્‍ટ નો એવોર્ડ પણ ભીમા ખુંટીને મળ્‍યો હતો. કેપ્‍ટન ભીમા ખૂનટીએ માત્ર બે મેચમાં ૨૦૩ રન ફટકારીને ટુર્નામેન્‍ટમાં હાઈએસ્‍ટ રન બનાવીને હર કોઈને મંત્રમુક કરી દીધા હતા

(3:24 PM IST)