<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

લોકેશ રાહુલ કેપ્‍ટન : ઋતુરાજ, તિલક, રવિન્‍દ્ર, રીષભની ટીમમાં વાપસી : રવિવારે પ્રથમ વન-ડે

ગિલ, શ્રેયસ ઇન્‍જર્ડ, અક્ષર પટેલ અને સિરાજ બહાર

નવી દિલ્‍હી : ૩૦ નવેમ્‍બરથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ વનડે શ્રેણીમાં કેએલ રાહુલ ભારતીય ટીમનું નેતૃત્‍વ કરશે. શુભમન ગિલ ગરદનની ઇજાને કારણે પસંદગી માટે ઉપલબ્‍ધ નહતો, જયારે ઐયર પણ ઇજાને કારણે થોડા મહિનાઓ માટે ક્રિકેટથી બહાર રહેશે. તેથી, વિકેટકિપર - બેટ્‍સમેન રાહુલને આ જવાબદારી સોંપવામાં આવી છે.

શુભમન ગિલ, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ અને મોહમ્‍મદ સિરાજની પસંદગી કરવામાં આવી નથી.

જયારે ઋુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રવિન્‍દ્ર જાડેજા અને ઋષભ પૅતને વન-ડે ટીમમાં પસૅદ કરવામાં આવ્‍યા છે. ઋતુરાજે ભારત માટે પોતાની છેલ્લી વન-ડે ૧૯ ડિસેમ્‍બર ર૦ર૩ ના રોજ દક્ષિણ આફ્રિકા સામે ગકેબરહામાં રમી હતી. જયારે તિલક  વર્માએ પણ ર૧ ડિસેમ્‍બર ર૦ર૩ ના રોજ પાર્લમાં આ જ ટીમ સામે પોતાની છેલ્લી વન-ડે મેચ રમી હતી. હવે બન્ને ખેલાડીઓ લગભગ બે વર્ષ પછી વન-ડે ટીમમાં પાછા ફર્યા છે.

ઋષભ પંત અને રવિન્‍દ્ર જાડેજાની વાત કરીએ તો આઇસીસી ચેમ્‍પિયન્‍સ ટ્રોફી ર૦રપ પછી બન્નેને પહેલીવાર ભારતની વન-ડે ટીમમાં સામેલ કરવામાં આવ્‍યા છે. જો કે, પંત ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં એક પણ મેચ રમ્‍યો ન હતો. પંતને વન-ડે ટીમમાં બીજા પસંદગીના વિકેટકિપર તરીકે પસંદ કરવામાં આવ્‍યો છે. પંતની છેલ્લી વન-ડે મેચ ૭ ઓગસ્‍ટ, ર૦ર૪ ના રોજ કોલંબોમાં શ્રીલંકા સામે હતી. દક્ષિણ આફ્રિકા સામે વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમ માટે પસંદ કરાયેલા બાકીના ૧૧ ખેલાડીઓ પણ ઓસ્‍ટ્રેલિયા પ્રવાસ દરમિયાન વન-ડે શ્રેણીનો ભાગ હતા.

દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ભારતની વન-ડે ટીમ : કેએલ રાહુલ (કેપ્‍ટન/વિકેટકિપર), રોહિત શર્મા, યશસ્‍વી જયસ્‍વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, ઋષભ પંત (વિકેટકિપર), વોશિંગ્‍ટન સુંદર, રવિન્‍દ્ર જાડેજા, કુલદિપ યાદવ, નીતિશ કુમાર, કૃષ્‍ણા રેડ્ડી, હરેશ કુમાર રેડ્ડી, હરેશ કુમાર, રુદ્રસિંહ, ઋષભ પંત, અર્શદીપ સિંહ, ધ્રુવ જુરેલ.

ભારત વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા શેડયુલ : ૧લી વન-ડે : ૩૦ નવેમ્‍બર, રાંચી, ર જી વન-ડે : ૩ ડિસેમ્‍બર, રાયપુર, ૩ જીવન-ડે : ૬ ડિસેમ્‍બર,વિશાખાપટ્ટનમ, ૧ લી ટી-ર૦ : ૯ ડિસેમ્‍બર, કટક, ર જી ટી-ર૦ : ૧૧ ડિસેમ્‍બર, મુલ્લાનપુર, ૩ જી ટી-ર૦ : ૧૪ ડિસેમ્‍બર, ધર્મશાલા, ૪ થી ટી-ર૦ : ૧૭ ડિસેમ્‍બર, લખનૌ, પ મી ટી-ર૦ : ૧૯ ડિસેમ્‍બર, અમદાવાદ.

(2:16 PM IST)