<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

રવિન્દ્ર જાડેજાએ દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં ૫૦ વિકેટ કરી પૂર્ણ : દિગ્ગજોની યાદીમાં જોડાયો

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ક્રિકેટમાં ૫૦ વિકેટ પૂર્ણ કરી છે. જાડેજા આ સિદ્ધિ મેળવનાર પાંચમો ભારતીય બોલર છે. રવિન્દ્ર જાડેજાએ ગુવાહાટી ટેસ્ટના ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગમાં પોતાની બીજી વિકેટ લેતાની સાથે જ દક્ષિણ આફ્રિકા સામે પોતાની ૫૦ ટેસ્ટ વિકેટ પૂર્ણ કરી. અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, હરભજન સિંહ અને આર. અશ્વિન પછી આ સિદ્ધિ મેળવનાર તે પાંચમો ભારતીય બોલર છે. જાડેજાએ ૧૯ ઇનિંગમાં ૫૦ વિકેટ પૂર્ણ કરી. અનિલ કુંબલેએ ૪૦ ઇનિંગમાં ૫૪ વિકેટ, જવાગલ શ્રીનાથે ૨૫ ઇનિંગમાં ૬૪ વિકેટ, હરભજન સિંહે ૧૯ ઇનિંગમાં ૬૦ વિકેટ અને આર. અશ્વિને ૨૬ ઇનિંગમાં ૫૭ વિકેટ લીધી.જાડેજાએ ભારતમાં દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ વિકેટ લેવામાં અનિલ કુંબલેને પાછળ છોડી દીધા. કુંબલેએ ૯ ટેસ્ટમાં ૩૯ વિકેટ લીધી. જાડેજા પાસે હવે 9 ટેસ્ટમાં 44 વિકેટ છે (ટેસ્ટ ચાલુ છે). ભારતમાં દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ આર અશ્વિનના નામે છે, તેણે 7 ટેસ્ટમાં 46 વિકેટ લીધી છે.ડાબા હાથના સ્પિન બોલર જાડેજાને ટેસ્ટ ફોર્મેટમાં ભારતનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર જ નહીં પરંતુ વિશ્વનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર પણ માનવામાં આવે છે. પોતાની બોલિંગ કે બેટિંગથી, તેણે એકલા હાથે ભારતીય ટીમને ડઝનબંધ મેચ જીતાડી છે. જાડેજાએ 89 ટેસ્ટમાં 132 ઇનિંગ્સમાં 4,041 રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 27 અડધી સદી ફટકારી છે. તેણે 348 વિકેટ પણ લીધી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 15 વખત એક ઇનિંગ્સમાં 5 કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.

(5:37 PM IST)