તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
ઈતિહાસનું પુનરાવર્તન... ઘરઆંગણે શરમજનક ક્લીનસ્વીપ
અગાઉ વર્ષ ૨૦૦૦માં સાઉથ આફ્રિકાએ ભારતને ઘરઆંગણે ક્લીનસ્વીપ કર્યુ હતું: માર્કો જેન્સન અને સિમોન હાર્મર મેચના હિરો સાબિતઃ ૫૪૯ રનના ટાર્ગેટ સામે ભારત માત્ર ૧૪૦ રનમાં ઓલઆઉટ

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાએ આ ટેસ્ટ મેચ ૪૦૮ રનથી જીતીને ૨-૦ થી શ્રેણી ક્લીન સ્વીપ કરી હતી. આ ૨૫ વર્ષ જૂના ઇતિહાસનું પુનરાવર્તન હતું. અગાઉ દક્ષિણ આફ્રિકાએ ૨૦૦૦ માં ભારતમાં ભારતને ક્લીન સ્વીપ કર્યું હતું, જ્યાં તેઓએ શ્રેણી ૨-૦ થી જીતી હતી.
આ ટેસ્ટ મેચ જીતવા માટે દક્ષિણ આફ્રિકાએ ૫૪૯ રનનો મોટો ટારગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાને અંતિમ દિવસે ૫૨૨ રનની જરૂર હતી. ચોથા દિવસની રમતના અંત સુધીમાં દક્ષિણ આફ્રિકાએ બે વિકેટ લીધી હતી. અંતિમ દિવસે દક્ષિણ આફ્રિકાએ બે સત્રમાં બાકીની આઠ વિકેટ મેળવીને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. દક્ષિણ આફ્રિકાની જીતમાં બોલરો અને બેટ્સમેન બંનેએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ મેચમાં દક્ષિણ આફ્રિકાના બોલરોએ તેમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફાસ્ટ બોલર માર્કો જેન્સને પહેલી ઇનિગમાં છ વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઇનિગમાં તેણે ફક્ત એક જ વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકા તરફથી સિમોન હાર્મરે બીજી ઇનિગમાં સૌથી વધુ આઠ વિકેટ લીધી હતી. તેણે પહેલી ઇનિગમાં ત્રણ વિકેટ લીધી હતી. મેચમાં હાર્મરનો કુલ સ્કોર નવ હતો. માર્કો જેન્સને પણ પહેલી ઇનિગમાં બેટિગ કરીને ૯૩ રનની શાનદાર ઇનિગ રમી હતી.
આ ટેસ્ટ મેચની વાત કરીએ તો, દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિગ કરતા આફ્રિકન ટીમ ૪૮૯ રન બનાવવામાં સફળ રહી હતી. ટીમ માટે સેનુરન મુથુસામીએ ૧૦૯ રનની શાનદાર ઇનિગ રમી હતી. જવાબમાં, ટીમ પહેલી ઇનિગમાં ૨૦૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ આફ્રિકન ટીમે ૨૬૦ રનમાં પોતાનો બીજો ઇનિગ ડિકલેર કર્યો હતો, જેનાથી ભારતને ૫૪૯ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જવાબમાં, ભારત પોતાની બીજી ઇનિગમાં ૧૪૦ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, અને મેચ ૪૦૮ રનથી હારી ગયું હતું.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
