<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

દક્ષિણ આફ્રિકા સામે ક્લીન સ્વીપ બાદ શુભમન ગિલનો હુંકાર: 'અમે એકજુટ રહીને ફરી જોરદાર વાપસી કરીશું'

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન અને ક્લીન સ્વીપ બાદ યુવા બેટ્સમેન શુભમન ગિલે મૌન તોડ્યું છે. હારથી હતાશ થવાને બદલે ગિલે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટીમ ઈન્ડિયા પોતાની ભૂલો સુધારીને ફરીથી મજબૂત વાપસી કરશે.

 

શુભમન ગિલે મેચ બાદ આપેલા નિવેદનમાં સ્વીકાર્યું હતું કે શ્રેણીનું પરિણામ ટીમની અપેક્ષા મુજબ આવ્યું નથી અને અમારું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. જોકે, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, "હાર-જીત રમતનો ભાગ છે, પરંતુ મહત્વનું એ છે કે અમે મુશ્કેલ સમયમાં એકબીજાની પડખે ઊભા રહીએ. અમે એકજુટ છીએ અને આગામી મેચોમાં આક્રમક રમત દાખવીને વાપસી કરીશું." ગિલના આ નિવેદનને ચાહકો દ્વારા ટીમના મનોબળ વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે, જોકે ક્રિકેટ સમીક્ષકો હજુ પણ ટીમના પ્રદર્શનની આકરી ટીકા કરી રહ્યા છે.

_________________________________________________________________

(9:39 AM IST)