News of Thursday, 27th November 2025
ધોનીના શહેર રાંચી પહોંચ્યા રોહિત, હર્ષિત અને અર્શદીપ : રવિવારે પ્રથમ વન-ડે

નવી દિલ્હી : સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી વન-ડે સિરીઝ માટે લંડનથી મુંબઇ આવ્યો હતો. સાઉથ આફ્રિકા સામેની પહેલી વન-ડે મેચ માટે તે ઝારખંડના રાંચીમાં પહોંચ્યો હતો. મહેન્દ્રસિંહ ધોનીના શહેર રાંચીમાં શરૂ થનારી વન-ડે સિરીઝની ઓપનિંગ મેચ માટે ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ સહિત કેટલાક સાઉથ આફ્રિકન પ્લેયર્સ પણ એરપોર્ટથી એન્ટ્રી મારતા જોવા મળ્યા હતા. ૩૦ નવેમ્બર ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસીએશન ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં વન-ડે મેચ રમાશે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
