તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th November 2025
વિરાટ કોહલીએ કરિયરની 83મી સદી ફટકારી: અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા
વિરાટ કોહલીએ સદી પૂર્ણ કરતાં સ્ટેડિયમમાં દર્શકો ઝૂમી ઉઠ્યા:એક ચાહક સુરક્ષા ઘેરો મેદાનમાં ઘૂસી ગયો અને કોહલીને પગે લાગ્યો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી વનડે સીરિઝની શરૂઆત થઈ છે. આજે રાંચીમાં બંને ટીમો વચ્ચે સીરિઝની પ્રથમ મેચ રમાઈ. જેમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આજે શાનદાર બેટિંગ કરી. વિરાટ કોહલીએ આજે શાનદાર સદી ફટકારીને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
વિરાટ કોહલીએ આજે ઈન્ટરનેશલ કરિયરની 83મી સદી ફટકારી. જ્યારે વનડે ફોર્મેટમાં 52મી સદી છે. કોઈ પણ એક ઈન્ટરનેશનલ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ કોહલીએ પોતાના નામે કર્યો છે
52*- વિરાટ કોહલી ( વનડે ઈન્ટરનેશનલ )
51- સચિન તેંડુલકર ( ટેસ્ટ )
49- સચિન તેંડુલકર ( વનડે ઈન્ટરનેશનલ )
45- જેક્સ કેલિસ ( ટેસ્ટ )
41- રિકી પોન્ટિંગ ( ટેસ્ટ )
આટલું જ નહીં વિરાટ કોહલી સાઉથ આફ્રિકા વિરુદ્ધ સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી પણ બની ગયો છે.
સાઉથ આફ્રિકા સામે વનડેમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ
6*- વિરાટ કોહલી
5- ડેવિડ વોર્નર
5- સચિન તેંડુલકર
4- કેન વિલિયમસન
વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ:
52*- વિરાટ કોહલી
49- સચિન તેંડુલકર
33*- રોહિત શર્મા
વિરાટ કોહલીએ સદી પૂર્ણ કરતાં સ્ટેડિયમમાં દર્શકો ઝૂમી ઉઠ્યા હતા. જોકે તેમાંથી એક ચાહક સુરક્ષા ઘેરો મેદાનમાં ઘૂસી ગયો અને કોહલીને પગે લાગ્યો હતો.
રોહિત શર્મા વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી આ રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના નામે હતો. આફ્રિદીએ 398 મેચોમાં 351 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રોહિત શર્માએ 277 મેચમાં 352 છગ્ગા ફટકારી આ રેકોર્ડ હવે પોતાના નામે કરી લીધો છે. આજની મેચમાં રોહિત શર્માએ 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 57 રન ફટકાર્યા. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 136 રનની પાર્ટનરશિપ કરી. જે બાદ રોહિત માર્કો જાનસેનની ઓવરમાં LBW આઉટ થયો.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
