<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી બન્યો રોહિત શર્મા

આફ્રિદીનો વર્લ્ડરેકોર્ડ તોડ્યોઃઆફ્રિદીએ ૩૯૮ મેચોમાં ૩૫૧ છગ્ગા ફટકાર્યા હતા, રોહિત શર્માએ ૨૭૭ મેચમાં ૩૫૨ છગ્ગા ફટકાર્યા છે

રાંચી : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી વનડે સીરિઝની શરૃઆત થઈ છે. આજે રાંચીમાં બંને ટીમો વચ્ચે સીરિઝની પ્રથમ મેચ રમાઈ. જેમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આજે શાનદાર બેટિંગ કરી. બંને ખેલાડીઓએ ૧૦૦થી વધુ રનની પાર્ટનરશિપ કરી. જ્યારે રોહિત શર્માએ આજે વધુ એક વર્લ્ડરેકોર્ડ પોતાના નામે કર્યો છે.

રોહિત શર્મા વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી આ રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના નામે હતો. આફ્રિદીએ ૩૯૮ મેચોમાં ૩૫૧ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રોહિત શર્માએ ૨૭૭ મેચમાં ૩૫૨ છગ્ગા ફટકારી આ રેકોર્ડ હવે પોતાના નામે કરી લીધો છે.

વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ

૩૫૨*- રોહિત શર્મા ( ભારત )

૩૫૧- શાહિદ આફ્રિદી ( પાકિસ્તાન )

૩૩૧- ક્રિસ ગેલ ( વેસ્ટઈન્ડિઝ )

૨૭૦- સનથ જયસૂર્યા ( શ્રીલંકા )

૨૨૯- એમ એસ ધોની ( ભારત )

આજની મેચમાં રોહિત શર્માએ ૫ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૫૭ રન ફટકાર્યા. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ૧૩૬ રનની પાર્ટનરશિપ કરી. જે બાદ રોહિત માર્કો જાનસેનની ઓવરમાં ન્મ્ઉ આઉટ થયો.

ભારતની પ્લેઈંગ-૧૧: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, વોશિંગ્ટન સુંદર, કે એલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિધ કૃષ્ણા

 

(9:47 PM IST)