News of Tuesday, 2nd December 2025
આઈપીએલ ૨૦૨૬ ઓકશનઃ ૧૩૫૫ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન
વેકટેશ ઐયર, મયંક અગ્રવાલ, રવિ બિશ્નોઈ, સરફરાઝ ખાન, ચેતન સાકરીયા, કેમરોન ગ્રીન, સ્ટીવ સ્મીથ સહિતના ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન

નવી દિલ્હીઃ આઈપીએલ ૨૦૨૬ની હરાજી માટે ૧,૩૫૫ ખેલાડીઓએ નોંધણી કરાવી છે. આમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને ઓલરાઉન્ડર કેમરોન ગ્રીન, તેમજ કેકેઆર દ્વારા રિલીઝ કરાયેલા વેંકટેશ ઐયરનો સમાવેશ થાય છે.
આઈપીએલની ૨૦૨૬ સીઝન માટે મીની હરાજી માટે એક હજાર થી વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી છે. આમાં ડઝનેક સ્ટાર ભારતીય ખેલાડીઓ તેમજ ડઝનેક વિદેશી સ્ટાર ખેલાડીઓએ નોંધણી કરાવી છે. આમાં ડઝનેક સ્ટાર ભારતીય ખેલાડીઓ તેમજ ડઝનેક વિદેશી સ્ટાર ખેલાડીઓનો સમાવેશ થાય છે. મયંક અગ્રવાલ, કેએસ ભરત, રાહુલ ચહર, રવિ બિશ્નોઈ, આકાશ દીપ, દીપક હુડા, સરફરાઝ ખાન, શિવમ માવી, વેંકટેશ ઐયર, ચેતન સાકરિયા, કુલદીપ સેન, નવદીપ સૈની, પૃથ્વી શો, રાહુલ ત્રિપાઠી, ઉમેશ યાદવ અને સંદીપ વોરિયર એ અગ્રણી ભારતીય ખેલાડીઓમાં શામેલ છે જેમણે ૧૬ ડિસેમ્બરે આબુ ધાબીમાં યોજાનાર ઓક્શનમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે.
ક્રિકબઝ પાસે એ રજિસ્ટ્રેશન લિસ્ટનું એક્સેસ છે, જેમાં ૧,૩૫૫ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ૧૩ પાનાની એક્સેલ શીટ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના ટોચના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓથી ભરેલી છે. કેમેરોન ગ્રીન, મેથ્યુ શોર્ટ અને સ્ટીવ સ્મિથ એવા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓમાં સામેલ છે. જેમને ખરીદદારો મળવાની અપેક્ષા છે. જોશ ઈંગ્લિસ જેના લગ્નને કારણે અવેલેબિલિટી નક્કી નથી. તેણે પણ ઓક્શન માટે નોંધણી કરાવી છે. આ લાંબી યાદીમાં ઈંગ્લેન્ડના જેમી સ્મિથ અને જોની બેરસ્ટો, ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્ર અને શ્રીલંકાના વાનિન્દુ હસરંગા અને હસરંગા અને મથિશા પથિરાના જેવા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.
ફક્ત બે ભારતીય ખેલાડીઓ એવા છે જની બેઝ પ્રાઈસ રૂપિયા ૨ કરોડ છે. એક સ્પિનર રવિ બિશ્નોઈ અને બીજા વેંકટેશ ઐયર છે, જેમને કેકેઆર દ્વારા મેગા ઓક્શનમાં રૂપિયા ૨૦ કરોડથી વધુ કિંમતે ખરીદવામાં આવ્યો શતો. ૨ કરોડ રૂપિયાના મહત્તમ બેઝ પ્રાઈસ બ્રેકેટમાં ૪૩ વિદેશી ખેલાડીઓ છે, જેમાં કેમેરોન ગ્રીન, સ્ટીવ સ્મિથ, જેમી સ્મિથ, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક (બંને અફઘાનિસ્તાન), સીન એબોટ, એશ્ટન અગર, કપૂર કોનોલી, જેક ફ્રેઝર-મેકગર્ક, ઈંગ્લિસ, મુસ્તફિઝુર રહેમાન, ગુસ એટકિન્સન, ટોમ બેન્ટન, ટોમ કુરન, લિયામ ડોસન, બેન ડકેટ
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
