<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

ટી-૨૦ સિરીઝ માટે ટીમ ઇન્‍ડિયાની જાહેરાતઃ હાર્દિક, ગિલ અને અક્ષરની વાપસી

 

નવી દિલ્‍હીઃ બીસીસીઆઇએ સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની સ્‍કવોડની જાહેરાત કરી છે. સ્‍કવોડમાં હાર્દિક પંડ્‍યા અને શુભમન ગિલની ટીમમાં વાપસી થઈ છે. હાર્દિક પંડ્‍યા બે મહિનાથી પણ વધુ સમય બાદ ટીમમાં વાપસી કરશે.

ટી૨૦ સીરિઝમાં સૂર્યકુમાર યાદવને કેપ્‍ટન બનાવવામાં આવ્‍યો છે જ્‍યારે વનડેના કેપ્‍ટન શુભમન ગિલને વાઇસ કેપ્‍ટન તરીકેની જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય અક્ષર પટેલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હર્ષિત રાણા અને કુલદીપ યાદવ પણ રમતા જોવા મળશે.

ટી૨૦ સીરિઝ માટે ટીમ ઇન્‍ડિયાની સ્‍કવોડઃ સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, અભિષેક શર્મા , તિલક વર્મા, હાર્દિક પંડ્‍યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા , સંજૂ સેમસન , જસપ્રીત બુમરાહ , વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિગ્‍ટન સુંદર

આગામી ૯મી ડિસેમ્‍બરથી આ ટી૨૦ સીરિઝની શરુઆત થશે. જેમાં પહેલી મેચ કટક, બીજી ચંડીગઢ, ત્રીજી ધરમશાળા અને ચોથી લખનૌમાં રમાશે. સીરિઝની છેલ્‍લી મેચ ૧૯મી ડિસેમ્‍બરે અમદાવાદમાં રમાશે

(3:03 PM IST)