તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
ગાયકવાડે વન-ડે માં પોતાની જગ્યા બનાવી લીધી : રિષભ પંત - શ્રેયસ ઐયરની મુકેલી વધી
જો ભારત બીજો મેચ જીતી ગયું હોત તો ત્રીજા મેચમાં પંતને ચાન્સ મળ્યો હોત

નવી દિલ્હી : તકનો લાભ લેવો... આનો સીધો અર્થ એ છે કે યોગ્ય સમયે ઝડપી લેવી અથવા અનુラકૂળ પરિસ્થિતિનો લાભ લેવો. રુતુરાજગાયકવાડે રાયપુરમાં આ કહેવતને સાચી સાબિત કરી દીધી છે. શબ્દના ખરા અર્થમાં સદી ફટકારી.
રુતુરાજ ગાયકવાડ બે વર્ષ પછી વન-ડે ટીમમાં પાછો ફર્યો. તેણે ફક્ત ૭૭ બોલમાં સદી પૂરી કરી જે વન-ડે માં તેની પહેલી સદી હતી. ગાયકવાડે દક્ષિણ આફ્રિકા સામે બીજી સોૈથી ફાસ્ટ વન-ડે સદીનો રેકોર્ડ પણ બનાવ્યો. ગાયકવાડની સદી પર મુખ્ય કોચ ગોૈતમ ગંભીરે પણ રિએક્શન આપ્યું છે.
શ્રેયસ ઐયર લાંબા સમયથી ભારત માટે વન -ડે માં આ સ્થાન પર રમી રહ્યો છે. ઋષભ પંત પણ આ સ્થાન માટે મજબૂત દાવેદાર હતો પરંતુ હવે પંતની શક્યતાઓ મુશ્કેલ છે. ગાયકવાડનું વિશાખાપટ્ટનમમાં મેચમાં રમવું નક્કી છે. જો ભારતે રાયપુરમાં મેચ જીતી લીધી હોત અને સિરિઝમાં ૨-૦ની લીડ મેળવી હોત તો પંતને ચાન્સ મળ્યો હોત. વધુમાં જો ગાયકવાડ પણ વિશાખાપટ્ટનમમાં શાનદાર ઇનિંગ રમે તો શ્રેયસ માટે મુશ્કેલી ઊભી થઇ શકે છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
