<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

હીટમેને શું વિષ માંગી હશે?

 

નવી દિલ્હીઃ રિષભ પંત અને રોહિત શર્માની એક નાનકડી હરકતે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. પેવિલિયન પાસે વાતચીત દરમ્યાન રિષભ પંતે રોહિત શર્માની આંખ પાસે પડેલી નાનકડી પાંપણને હિટમેનના હાથની મુઠ્ઠી પર મૂકીને વિશ માગવાનું સૂચન કર્યું હતું. રોહિતે પોતાની આંખો બંધ કરીને વિશ માગ્યા બાદ એ પાંપણને ઉડાવી દીધી હતી.

મિત્રતા અને પરંપરાના સંપુર્ણ મિશ્રણવાળી આ ઘટનાનો વિડિયો ખૂબ વાઈરલ થયો હતો. રોહિત શર્માએ શું વિશ માગી હશે એની પણ ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે

(4:34 PM IST)