<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

ક્વિંટન ડી કોકએ શાનદાર સદી ફટકારી ઇતિહાસ રચ્યો : સંગાકારાને પાછળ છોડ્યો :જયસૂર્યાના રેકોર્ડની કરી બરાબરી

ડી કોકે 80 બોલમાં આઠ ચોગ્ગા અને છ છગ્ગા ફટકારીને પોતાની 23મી ODI સદી ફટકારી એક જ દેશ સામે સૌથી વધુ સદી ફટકારનાર પ્રથમ વિકેટકીપર-બેટ્સમેન પણ બન્યો

દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે અંતિમ વનડે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી.

જોકે બીજા છેડે ક્વિન ડી કોક એ શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે.તેણે 89 બોલમાં 8 ચોગ્ગા અને 7 સિક્સરની મદદથી 106 રન બનાવ્યા હતા. તને પ્રસિદ્ધ ક્રિષ્નાએ આઉટ કર્યો હતો.

પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ દક્ષિણ આફ્રિકાએ તેની પહેલી વિકેટ ફક્ત 1 રન પર ગુમાવી દીધી હતી. ત્યારબાદ બાવુમા અને ક્વિંટન ડી કોકે 121 બોલમાં 113 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન ક્વિન્ટન ડી કોક  તેની અડધી સદી પૂરી કરી લીધી હતી.

વિકેટકિપરો દ્વારા કયા હરિફો સામે સૌથી વધારે વનડે સદી

  • 7 - ક્વિંટન ડી કોક vs ઈન્ડિયા
  • 6 - એડમ ગિલક્રિષ્ટ vs શ્રીલંકા
  • 6 -કુમાર સંગકારા vs ભારત
  • 5 -કુમાર સંગકારા vs બાંગ્લાદેશ
  • 4 - ક્વિંટન ડી કોક vs શ્રીલંકા
  • 4 - કુમાર સંગકારા vs ઇંગ્લેન્ડ

સાવચેતીપૂર્વક રમતા ક્વિન્ટન ડી કોકે ફરી એકવાર પોતાની અડધી સદીને સદીમાં ફેરવી દીધી હતી. ડી કોકે 80 બોલમાં આઠ ચોગ્ગા અને છ છગ્ગા ફટકારીને પોતાની 23મી ODI સદી ફટકારી હતી. તે એક જ દેશ સામે સૌથી વધુ સદી ફટકારનાર પ્રથમ વિકેટકીપર-બેટ્સમેન પણ બન્યો છે. ડી કોકે કુમાર સંગાકારા અને એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી દીધા છે.

તેણે ભારત સામે સૌથી વધુ સદી ફટકારવાના મામલે શ્રીલંકાના સનથ જયસૂર્યાની બરાબરી પણ કરી લીધી છે. ક્વિન્ટન ડી કોકે હવે ભારત સામે સાત સદી ફટકારી છે. સનથ જયસૂર્યાના નામે પણ સાત સદી છે.

ભારત સામે સૌથી વધારે વનડે સદી-

  • 7 - ક્વિંટન ડી કોક (23 ઈનિંગ)
  • 7 - સનથ જયસૂર્યા (85 ઈનિંગ)
  • 6 - એબી ડિવિલિયર્સ (32 ઈનિંગ)
  • 6 - રિકી પોન્ટિંગ (59 ઈનિંગ)
  • 6 - કુમાર સંગકારા (71 ઈનિંગ)

(7:49 PM IST)