<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

વિરાટ કોહલી ભક્તિના રંગે રંગાયા, પરિવાર અને વોશિંગ્ટન સુંદર સાથે સિંહાચલમ મંદિરે શીશ ઝુકાવ્યું

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ક્રિકેટના મેદાનની સાથે સાથે હવે ધાર્મિક યાત્રાઓમાં પણ એટલા જ સક્રિય જોવા મળી રહ્યા છે. તાજેતરમાં તેમણે આંધ્રપ્રદેશના સિંહાચલમ મંદિરમાં દર્શન કર્યા હતા.

સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે અને સાથી ખેલાડી વોશિંગ્ટન સુંદરની સંગાથે વિશાખાપટ્ટનમ નજીક આવેલા સુપ્રસિદ્ધ સિંહાચલમ મંદિરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે વિધિવત પૂજા-અર્ચના કરી ભગવાનના આશીર્વાદ લીધા હતા. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી ધાર્મિક પ્રવાસો ખેડી રહ્યા છે. આ જ વર્ષે તેઓ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને વૃંદાવનમાં પણ દર્શનાર્થે ગયા હતા. સોશિયલ મીડિયા પર તેમના આ ભક્તિભાવના ફોટા અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

(9:49 AM IST)