<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

સંજુને નહિં પણ ગિલને ઓપનર બનાવવા પાછળનું સાચું કારણ સૂર્યાએ જણાવ્‍યું

ટી ૨૦ ફોર્મેટમાં કોઇપણ ખેલાડીએ ગમે ત્‍યારે બેટીંગ કરવા તૈયાર રહેવું પડશે

નવી દિલ્‍હી : દક્ષિણ આફ્રિકા સામે આજથી શરૂ થનારી ૫ મેચની ટી૨૦ પહેલા, ટીમ ઇન્‍ડિયાના ટી૨૦ કેપ્‍ટન સૂર્યકુમાર યાદવ એ આખરે સંજુ સેમસનની જગ્‍યાએ શુભમન ગિલને ઓપનર તરીકે પસંદ કરવાના નિર્ણય પાછળનું કારણ જાહેર કરતાં સ્‍પષ્‍ટ કર્યું કે ટીમ માટે બેટિંગ ક્રમમાં લવચીકતા  (Flexibility) એક મુખ્‍ય જરૂરિયાત છે. સૂર્યકુમાર યાદવે સંજુ સેમસનની સિનિયોરિટી અને ઓપનર તરીકેના સારા પ્રદર્શનને સ્‍વીકાર્યું, પરંતુ ભારપૂર્વક કહ્યું કે આ ફોર્મેટમાં દરેક ખેલાડીએ ક્રમમાં ગમે ત્‍યાં બેટિંગ કરવા માટે તૈયાર રહેવું પડશે. સૂર્યાએ કહ્યું શુભમન ગિલ શ્રીલંકા શ્રેણીમાં સંજુ સેમસન કરતા પહેલા રમી ચૂક્‍યો હતો, અને ગિલ ‘કોઇપણ નંબર પર બેટિંગ કરવા માટે તૈયાર હતો'. આ લવચીકતા (૩ થી ૬ સુધી ગમે ત્‍યાં બેટિંગ કરવાની ક્ષમતા) ટીમની યોજના માટે મહત્ત્વની છે.

(2:55 PM IST)