<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

સાંજે ૭ વાગ્‍યાથી ટી-૨૦ જંગઃ ઝડપી બોલરોને ફાયદો!

ટી૨૦ વર્લ્‍ડકપ માટે ટીમ ઇન્‍ડિયાની તૈયારી શરૂ : હાર્દિકની વાપસીથી વધુ એક ફાસ્‍ટ બોલર મળશે, કુલદીપ અને વરૂણ ચક્રવર્તી પણ રમશે

નવી દિલ્‍હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્‍ચે પાંચ મેચની ટી-૨૦ સિરિઝની પહેલી મેચ આજે કટકના બારાબતી સ્‍ટેડિયમ ખાતે રમાશે. ૨૦૨૬ ટી-૨૦ વર્લ્‍ડ કપની તૈયારીમાં ભારતીય ટીમ માટે દરેક મેચ મહત્‍વપૂર્ણ છે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે ૭ વાગ્‍યે શરૂ થશે.

ભારતીય ટીમે ઓસ્‍ટ્રેલિયા પ્રવાસ પર ભારતે ટી-૨૦ સીરિઝ ૨-૧થી જીતી હતી. છેલ્લી કેટલીક મેચોમાં પ્‍લેઈંગ ઈલેવન અને બેટિંગ ક્રમમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્‍યા છે, પરંતુ ટી૨૦ વર્લ્‍ડ કપ નજીક આવી રહ્યો હોવાથી આ શ્રેણીમાં આવા ફેરફારો જોવા મળે તેવી શક્‍યતા ઓછી છે.

સ્‍ટાર ઓલરાઉન્‍ડર હાર્દિક પંડયાની વાપસીથી ભારતીય ટીમને બેટિંગની સાથે સાથે એક વધારાનો ફાસ્‍ટ બોલર પણ મળ્‍યો છે. મેચમાં સ્‍પિનર કુલદીપ યાદવને મેદાનમાં ઉતારશે તેવી શક્‍યતા છે. કુલદીપને સ્‍પિનર વરૂણ ચક્રવર્તી કરતાં વધુ પસંદ કરવામાં આવી શકે છે.

જો જરૂર પડે તો ટીમ ઈન્‍ડિયા તિલક વર્માને પાર્ટ-ટાઈમ સ્‍પિનર તરીકે ઉપયોગ કરી શકે છે. આ મેચ માટે તૈયાર કરાયેલ લાલ માટીની પીચ ઝડપી બોલરોને વધુ મદદ પૂરી પાડે તેવી શક્‍યતા છે. શુભમન ગિલ સ્‍વસ્‍થ થઈ ગયો છે અને ટીમમાં જોડાઈ ગયો છે, તેથી સંજુ સેમસનને મધ્‍યમ ક્રમમાં રમવું પડશે. જીતેશ શર્મા પણ વિકેટકીપર તરીકે ટીમમાં છે પરંતુ સંજુ સેમસનને તક આપવામાં આવશે. ભારતીય કેપ્‍ટન સૂર્યકુમાર યાદવે કટક ટી૨૦ મેચ માટે પોતાની પ્‍લેઈંગ ઈલેવન જાહેર કરી ન હતી. તેમણે કહ્યું કે પ્‍લેઈંગ ઈલેવન અંગે નિર્ણય વિકેટ જોયા પછી જ લેવામ)ં આવશે. શિવમ દુબે અને વોશિંગ્‍ટન સુંદરને પ્‍લેઈંગ ઈલેવનમાં સમાવવામાં આવે તેવી શક્‍યતા છે.

પ્રથમ ટી૨૦ માટે ભારતની ંભવિત પ્‍લેઈંગ ઇલેવનઃ અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્‍ટન), તિલક વર્મા, હાર્દિક પંડયા, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદિપ યાદવ અને જસપ્રીત બુમરાહ.

(2:56 PM IST)