તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th December 2025
અર્શદીપની ૧૩ બોલની ઓવર ખૂબ ધોવાયો, ૭ તો વાઇડ બોલ નાખયા

નવી દિલ્હી : સાઉથ આફ્રીકા સામેની બીજી ટી૨૦ મેચમાં અર્શદીપ સિંહનું ખરાબ ફોર્મ જોવા મળ્યું હતું. તેની ખુબ ધોલાઇ થઇ. જયારે તે બીજો સ્પેલ નાખવા આવ્યો ત્યારે તેની ત્રીજી ઓવરમાં તે ભારે દબાણમાં જોવા મળ્યો હતો જેમાં તેને એક કે બે નહીં પરંતુ સાત વાઇડ ફેંક્યા હતા. અર્શદીપે તેની ત્રીજી ઓવર પૂરી કરવા માટે કુલ ૧૩ બોલ ફેંક્યા હતા.
જ્યારે તે ૧૧મી ઓવર નાખવા આવ્યો હતો. ડી કોકે અર્શદીપની ઓવરનો પહેલો બોલ દર્શકો વચ્ચે મોકલી દીધો હતો ત્યાર બાદ અર્શદીપ તેની લાઇન અને લેન્થ ભૂલી ગયો હતો.જે ઓવરમાં અર્શદીપે એક બાદ પછી એક ૬ વાઇડ ફેંક્યા હતા. ત્યારબાદ બે બોલ અર્શદીપ બરાબર ફેંક્યા હતા પરંતુ પછીના બોલ પર એક વાઇડ ફેંકયો હતો. આમ, અર્શદીપ સાત વાઇડ ફેંક્યા હતા જેમાં કુલ ૧૩ બોલની ઓવર થઇ હતી. આ ઓવર સાથે અર્શદીપ સિંહે પોતાનું નામ સોૈથી લાંબી ઓવર નાખવામાં સામેલ કરી દીધું છે. તે ટી૨૦ ઇન્ટરનેશનલ મેચોમાં સોૈથી લાંબી ઓવર ફેંકનારો બોલર બની ગયો છે. અર્શદીપે આ મેચમાં ચાર ઓવરના સ્પેલમાં કુલ ૫૪ રન આપ્યા હતા અને એક પણ વિકેટ ન્હતી લીધી.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
