તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th December 2025
વિરાટ અને પંત વિજય હજારે ટ્રોફીમાં રમશે, ગુજરાત અને સૌરાષ્ટ્ર સામે મેચ રમાશે
દિલ્હી ક્રિકેટ એસોસીએશન ખેલાડીઓની યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ આગામી વિજય હજારે ટ્રોફી માટે દિલ્હી ટીમમાં વિરાટ કોહલી અને ઋષભ પંત રમશે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA)એ સ્થાનિક વન-ડે ટૂર્નામેન્ટ માટે સંભવિત ખેલાડીઓની યાદી જાહેર કરી છે.
દિલ્હીની ટીમ એલીટ ડી ગ્રુપમાં છે. આ ટીમ ૨૪ ડિસેમ્બરે આંધ્ર સામે ટકરાશે. આ પછી ૨૬ ડિસેમ્બરના રોજ ગુજરાત સામે મેચ થશે. આ ઉપરાંત, તેઓ ૨૯ ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને ૩૧ ડિસેમ્બરે ઓડિશા સામે ટકરાશે.
આ લિસ્ટમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે પસંદ કરાયેલા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે, જ્યાં નીતિશ રાણાની આગેવાની હેઠળની દિલ્હી ૧૬ પોઈન્ટ સાથે ગ્રુપ ડીમાં ત્રીજા સ્થાને રહીને નોકઆઉટમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી. સિનિયર પુરુષ પસંદગી સમિતિની બેઠકમાં સંભવિત ખેલાડીઓની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ સમિતિમાં સિલેક્ટર યશપાલ સિહ, કે ભાસ્કર પિલ્લઈ, મનુ નાયર, હેડ કોચ સરનદીપ સિહ, સીએસી ચેરમેન વિજય દહિયા અને સેક્રેટરી અશોક શર્મા સામેલ હતા.
કોહલી અને પંતની હાજરીથી દિલ્હીની બેટિંગ ઓર્ડરને ઘણો અનુભવ મળવાની આશા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના નિયમ અનુસાર, કોન્ટ્રાક્ટ વાળા ભારતીય ખેલાડીઓ જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતા પર ન હોય, ત્યારે તેઓને સ્થાનિક ક્રિકેટમાં રમવું પડશે.
સંભવિત ખેલાડીઓનું લિસ્ટઃ દેવ લાકડા, દિવિજ મેહરા, યુગલ સૈની, સુજલ સિઘ, રજનીશ દાદર, અમન ભારતી, ગોવિદ મિત્તલ, સુમિત બેનીવાલ, શુભમ દુબે, કેશવ ડબાસ, રાહુલ ચૌધરી, સમર્થ સેઠ, શિવમ ત્રિપાઠી, અનમોલ શર્મા, શિવમ ગુપ્તા, લક્ષ્ય થરેજા, મનન ભારદ્વાજ, રોનક વાઘેલા, મયંક ગુસાઈ, કેશવ આર સિહ, લક્ષ્મણ, દિવાંશ રાવત, પ્રણવ રાજવંશી, પ્રાંશુ વિજયરન, સિદ્ધાંત શર્મા, ગગન વત્સ, વંશ બેદી, રાહુલ ગેહલોત, વિશાલ રાય, સમર્થ સિહ, સનત સાંગવાન, આયુષ સિહ, સુમિત માથુર, સંપૂર્ણ ત્રિપાઠી, વિવેક તિવારી, ઋતિક શૌકીન, તેજસ બરોકા, સક્ષમ શર્મા, દેવ દુબે, શિવમ શર્મા, રોહિત યાદવ, અનિરુદ્ધ ચૌધરી, વિશાંત ભાટી, પ્રણવ પંત, પંકજ જસવાલ, અજય ગુલિયા, સિદ્ધાંત બંસલ, વિકાસ સોલંકી, દિવિજ પ્રકાશ અને સૂર્યકાંત ચૌહાણ.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
