તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th December 2025
તિલક વર્માની છલાંગ, સૂર્યકુમાર યાદવ ટોપ ૧૦ માંથી બહાર થવા પર
આઈસીસી રેન્કિંગમાં ઉથલપાથલઃભારતના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા ૯૦૯ ના વર્તમાન રેટિંગ સાથે નંબર વન પર યથાવત છે

દુબઈ : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય સીરીઝ ચાલી રહી છે. આ દરમિયાન, ICC T20 રેન્કિંગમાં ફરી એકવાર મોટો ફેરફાર થયો છે. ભારતના અભિષેક શર્મા નંબર વન પર યથાવત છે. તિલક વર્મા હવે બે સ્થાન ઉપર છલાંગ લગાવી છે, જ્યારે ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ હવે ટોપ ૧૦ માંથી બહાર નીકળવાની કગાર પર છે.
ICC એ નવી T20 રેન્કિંગ જાહેર કરી છે. ભારતના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા ૯૦૯ ના વર્તમાન રેટિંગ સાથે નંબર વન પર યથાવત છે. ઇંગ્લેન્ડના ફિલ સોલ્ટ ૮૪૯ ના વર્તમાન રેટિંગ સાથે બીજા સ્થાને છે. શ્રીલંકાના પથુમ નિસાક્ના ૭૭૯ ના રેટિંગ સાથે ત્રીજા સ્થાને યથાવત છે. દરમિયાન, ભારતના તિલક વર્મા બે સ્થાન ઉપર આવી ગયા છે. તિલક વર્માનું રેટિંગ હવે ૭૭૪ છે, જેના કારણે તે ચોથા નંબર પર પહોંચી શક્યો છે. તિલક વર્માની આ છલાંગને કારણે ઈંગ્લેન્ડના જોસ બટલર એક સ્થાન ગુમાવી નીચે આવ્યો છે. તેમનું રેટિંગ હવે ૭૭૦ છે. પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાન પણ આ વખતે એક સ્થાન નીચે આવ્યો છે. ફરહાન હવે ૭૫૨ રેટિંગ સાથે છઠ્ઠા ક્રમે સરકી ગયો છે. મિશેલ માર્શ અને ટિમ સીફર્ટે પણ થોડો સુધારો કર્યો છે. મિશેલ માર્શ એક સ્થાન વધીને ૬૮૪ રેટિંગ સાથે આઠમા ક્રમે પહોંચી ગયો છે. ન્યુઝીલેન્ડના ટિમ સીફર્ટ બે સ્થાન વધીને ૬૮૩ રેટિંગ સાથે નવમા ક્રમે પહોંચી ગયો છે. આ દરમિયાન, ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અંગે ચિંતા છે. થોડા મહિના પહેલા સુધી ICC T20 રેક્નિંગમાં નંબર વન બેટ્સમેન રહેતો સૂર્યા હવે ટોપ ૧૦માંથી બહાર થવાની અણી પર છે. આ વખતે સૂર્યાએ પણ એક સ્થાન ગુમાવ્યું છે, ૬૬૯ રેટિંગ સાથે ૧૦માં સ્થાને આવી ગયો છે. હવે, તેની ઇનિંગમાં વધુ એક નિષ્ફળતા તેને ટોપ ૧૦માંથી બહાર કરી દેશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણીમાં હજુ બે મેચ બાકી છે. આ મેચોમાં તેને મોટી ઇનિંગ રમવાની જરૃર પડશે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
