હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
2025: રમતજગતમાં ભારતનો સુવર્ણ યુગ: હોકીમાં એશિયા કપ જીત્યો અને બોક્સિંગમાં 9 ગોલ્ડનો ‘પંચ’; સ્ક્વોશમાં પણ રચ્યો ઇતિહાસ
રોહન બોપન્નાએ ટેનિસને કહ્યું અલવિદા, તો WWE દિગ્ગજ જોન સીનાની વિદાયથી ચાહકોની આંખો ભીની થઈ; 2025ના વર્ષમાં ભારતીય ખેલાડીઓએ મેડલ્સનો વરસાદ કર્યો

નવી દિલ્હી | તા.19 : વર્ષ 2025 ભારતીય રમતગમત ચાહકો માટે મિશ્ર લાગણીઓનું વર્ષ રહ્યું છે. એક તરફ હોકી, બોક્સિંગ અને સ્ક્વોશમાં દેશે અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી છે, તો બીજી તરફ ટેનિસ અને કુસ્તીના દિગ્ગજોએ મેદાન છોડતા ચાહકો ભાવુક થયા છે. રમતગમતની દુનિયામાં ભારતની તાકાત હવે વિશ્વ સ્વીકારી રહ્યું છે.
હોકી: ફરી એકવાર ભારતનું વર્ચસ્વ
ભારતીય મેન્સ હોકી ટીમે બિહારના રાજગીરમાં રમાયેલા એશિયા કપની ફાઈનલમાં કોરિયાને 4-1થી હરાવીને ચોથી વખત ટ્રોફી જીતી છે. આ જીત સાથે ભારતે 2026ના વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. એટલું જ નહીં, જુનિયર હોકી ટીમે પણ 9 વર્ષના દુષ્કાળનો અંત લાવી આર્જેન્ટિનાને હરાવી વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ જીતીને નવી પેઢીની તાકાત બતાવી છે.
સ્ક્વોશ અને બોક્સિંગમાં ઈતિહાસ સર્જાયો
સ્ક્વોશ વર્લ્ડ કપની ફાઈનલમાં હોંગકોંગને 3-0થી કચડીને ભારત સ્ક્વોશ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ એશિયન દેશ બન્યો છે. બીજી તરફ, વર્લ્ડ બોક્સિંગ કપમાં ભારતીય મુક્કાબાજોએ તરખાટ મચાવતા એકસાથે 9 ગોલ્ડ મેડલ જીતીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ખાસ વાત એ છે કે ભાગ લેનારા તમામ 20 ભારતીય બોક્સરો મેડલ જીતવામાં સફળ રહ્યા છે.
વિદાયની ક્ષણો: બોપન્ના અને જોન સીના
રમતપ્રેમીઓ માટે આ વર્ષ વિદાયનું પણ રહ્યું. ભારતીય ટેનિસના લેજન્ડ રોહન બોપન્નાએ બે દાયકા લાંબી શાનદાર કારકિર્દી બાદ ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તો બીજી તરફ, WWE ના સુપરસ્ટાર જોન સીનાએ પોતાની છેલ્લી ફાઈટમાં ગુંથર સામે હાર બાદ રિંગમાં ટી-શર્ટ અને કાંડાપટ્ટી છોડીને કુસ્તીને અલવિદા કહ્યું છે, જેનાથી વિશ્વભરના તેના ચાહકો ભાવુક થઈ ગયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
