તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th December 2025
અમદાવાદમાં ભારતે સાઉથ આફ્રિકાને 30 રને હરાવ્યું: ટી-20 સિરીઝ 3-થી જીતી લીધી
તિલક વર્માએ 42 બોલ પર 73 રન અને હાર્દિક પંડ્યાએ 25 બોલ પર 63 રન ફટકાર્યા

ભારતે ટી-20 સિરીઝ જીતી લીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાને 30 રને હરાવ્યું છે
ભારત તરફથી તિલક વર્માએ 42 બોલ પર 73 રન બનાવ્યા, જ્યારે હાર્દિક પંડ્યાએ 25 બોલ પર 63 રનની ઇનિંગ રમી. સંજુ સેમસને 37 અને અભિષેક શર્માએ 34 રનની ઇનિંગ્સ રમી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફરી ફ્લોપ રહ્યો, તે 5 રન જ બનાવી શક્યો. પંડ્યાએ 16 બોલ પર ફિફ્ટી પૂરી કરી. આ ભારત તરફથી સેકન્ડ ફાસ્ટેસ્ટ ફિફ્ટી છે. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ યુવરાજ સિંહ (12 બોલ)ના નામે છે.
ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 231 રન બનાવ્યા હતા. ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો ટાર્ગેટ આપ્યો હતો
હાર્દિક પંડ્યા અને તિલક વર્માની તોફાની બેટિંગના દમ પર ભારતે પ્રવાસી ટીમને જીતવા માટે 232 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. ભારત માટે સંજૂ સેમસને 37 રન, અભિષેક શર્માએ 34 રન, તિલક વર્માએ 73 રનની ઇનિંગ રમી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી હતી અને તે 63 રને આઉટ થયો. તેણે ઈન્ટરનેશનલ T20 ક્રિકેટ ઇતિહાસમાં ભારત માટે બીજી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
