<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

તિલક - હાર્ઘ્‍કિના તોફાન બાદ વરૂણની ફિરકીમાં આફ્રિકનો ફસાયા : ટીમ ઇન્‍ડિયાએ ૩-૧ થી સીરીઝ જીતી

તિલક વર્માએ ૭૩ રન તો હાર્દિક પંડયાએ ૬૩ રન ફટકાર્યા, બીજી સૌથી ઝડપી ફિફટી ફટકારવાનો રેકોર્ડ બનાવ્‍યો, વરૂણ ચક્રવર્તીએ ૪, બુમરાહની અસરકારક બોલીંગ બે વિકેટ લીધી

નવી દિલ્‍હી : ભારતીય ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની ટી-ર૦ સીરીઝ કબજે કરી લીધી છે. ભારતે પ્રથમ બેટીંગ કરતા ર૦ ઓવરમાં પ વિકેટના નુકસાને ર૩૧ રનનો પહાડ જેવો સ્‍કોર ખડકયો હતો. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ર૦ ઓવરમાં ૮ વિકેટ ર૦૧ રન જ બનાવી શકી હતી. ભારતે મેર ૩૦ રનથી ભવ્‍ય વિજય મેળવ્‍યો છે. આ સાથે ભારતે ૩-૧ થી સીરીઝ જીતી છે. તિલક વર્માએ સૌથી વધુ ૭૩ રન અને હાર્દિક પંડયાએ આક્રમક ૬૩ રન નોંધાવ્‍યા હતા. જયારે બોલિંગમાં વરૂણ ચક્રવર્તીએ ૪ વિકેટ ઝડપી જીતમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

ભારતની ઇનિંગમાં હાર્દિક પંડયાએ સૌથી વિસ્‍ફોટક બેર્ટીગ કરી હતી. તિલક વર્માએ માત્ર ૪ર બોલમાં ૧૦ ચોગ્‍ગા અને ૧ છગ્‍ગાની મદદથી શાનદાર ૭૩ રન બનાવ્‍યા હતા. બીજી તરફ હાર્દિક પંડયાએ વિસ્‍ફોટક બેર્ટીગ કરતા માત્ર રપ બોલમાં પ ચોગ્‍ગા અને પ છગ્‍ગા ફટકારીને ૬૩ રન બનાવ્‍યા હતા. હાર્દિક પંડયા ઇન્‍ટરનેશનલ ટી-ર૦ ક્રિકેટ ઈતિહાસમાં ભારત માટે બીજી સૌથી ઝડપી ફિફટી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ભારતે ર૦ ઓવરમાં પ વિકેટે ર૩૧ રન કર્યા હતા. સંજુ સેમસન : રર બોલમાં ૩૭ રન, અભિષેક શર્મા ર૧ બોલમાં ૩૪ રન, તિલક વર્મા ૪ર બોલમાં ૭૩ રન, સૂર્યકુમાર યાદવ ૭ બોલમાં પ રન, હાર્દિક પંડયા રપ બોલમાં ૬૩ રન, શિવમ દુબે ૩ બોલમાં અણનમ ૧૦ રન બનાવ્‍યા હતા.

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ ર૦૧ રન બનાવી શકી હતી. ઓપનર કિવન્‍ટન ડી કોકે ૩પ બોલમાં ૬પ રન ફટકારી સારી શરૂઆત આપી હતી. આ ઉપરાંત ડેવાલ્‍ડ બે્રવિસે ૧૭ બોલમાં ૩૧ રન, ડેવિડ મિલરે ૧૪ બોલમાં ૧૮ રન, રીઝા હેન્‍ડ્રિક્‍સે ૧ર બોલમાં ૧૩ રન અને માર્કો જેન્‍સેને પ બોલમાં ૧૪ રન નોંધાવ્‍યા હતા. એડન માર્કરામ માત્ર ૬ રન બનાવી શકયો હતો.

ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાના બેટર્સ પર દબાણ જાળવી રાખ્‍યું હતું. વરૂણ ચક્રવર્તીએ ૪ ઓવરમાં પ૩ રન આપીને સૌથી વધુ ૪ ઓવરમાં માત્ર ૧૭ રન આપી ર વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે ૪ ઓવરમાં ૪૭ રન આપી ૧ વિકેટ અને હાર્દિક પંડયાએ ૩ ઓવરમાં ૪૧ રન આપી ૧ વિકેટ મેળવી હતી. વોશિંગ્‍ટન સુંદરે ૪ ઓવરમાં ૩૦ રન આપ્‍યા હતા. પરંતુ તેને કોઇ સફળતા મળી નહોતી.

(11:15 AM IST)