તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th December 2025
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: શુભમન ગિલ બહાર, અક્ષર પટેલ ઉપ-કેપ્ટન: ઈશાન કિશનની થઈ એન્ટ્રી

નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શનિવારે, મુંબઈમાં BCCI મુખ્યાલયમાં, સચિવ દેવજીત સૈકિયાએ મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની હાજરીમાં ટીમની જાહેરાત કરી. અક્ષર પટેલને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ઇશાન સિંહ અને રિંકુ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંજુ સેમસન પણ ટીમનો ભાગ છે. શુભમન ગિલ ટીમની બહાર છે. ટીમ 11 જાન્યુઆરીથી શરૂ થતી ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI અને પાંચ મેચની T20 શ્રેણીમાં પણ ભાગ લેશે. વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ:સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, શિવમ દુબે, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ (ઇશાન કિશન).ભારત 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં યુએસએ સામે વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ, 12 ફેબ્રુઆરીએ દિલ્હીમાં નામિબિયા સામે, 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન સામે અને 18 ફેબ્રુઆરીએ અમદાવાદમાં નેધરલેન્ડ સામે મેચ રમશે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
