<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

એક સિક્રેટ મીટીંગમાં ગિલને ટી-ર૦ ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો

વાઇસ કેપ્‍ટન હોવા છતાં શુભમન ગિલને વર્લ્‍ડ કપમાંથી બાકાત રાખવાનો નિર્ણય બીસીસીઆઇ દ્વારા એક ગુપ્ત બેઠકમાં લેવામાં આવ્‍યો હતો

નવી દિલ્‍હી : શુભમન ગિલને ર૦ર૬ ના ટી-ર૦ વર્લ્‍ડકપમાંથી ઇજાને કારણે નહિં પરંતુ ફોર્મના કારણે વર્લ્‍ડ કપમાંથી બહાર કરવામાં આવ્‍યો હતો. હવે એક અહેવાલમાં ખુલાસો થયો છે કે બીસીસીઆઇ સચિવ દેવજીત સૈકિયાએ ખેલાડીઓના પ્રદર્શનની ચર્ચા કરવા માટે એક ગુપ્ત બેઠક બોલાવી હતી.

જયારે શુભમન ગિલ ટી-ર૦ રમતો ન હતો, ત્‍યારે સંજુ સેમસન અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરી રહ્યો હતો. ગિલના સમાવેશથી સંજુને નીચેના ક્રમમાં બેટીંગ કરવાની ફરજ પડી હતી. પરંતુ સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે હવે ગિલનો મજબૂત ટીમમાં સમાવેશ જરૂરી હતો.

બીસીસીઆઇની ગુપ્ત બેઠક ન્‍યુઝ ૧૮ના અહેવાલ મુજબ બોર્ડ સચિવ દેવજીત સૈકિયાએ ધર્મશાલામાં દક્ષિણ આફ્રિકા સામેની ટી-રં૦ મેચ પછી એક ગુપ્ત બેઠક બોલાવી હતી. બેઠકમાં ેખેલાડીઓના પ્રદર્શનની ચર્ચા કરવામાં આવી હતી. વર્લ્‍ડકપ ટીમ પસંદ કરતા પહેલા, સચિવે મુખ્‍ય પસંદગીકાર પાસેથી ખેલાડીઓ પર પ્રદર્શન રિપોર્ટ માંગ્‍યો હતો. ટી-ર૦ વર્લ્‍ડકપ ર૦ર૬ ટીમની પસંદગી પહેલા આ બેઠક મહત્‍વપૂર્ણ હતી અને તેને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી હતી.

અહેવાલ મુજબ બોર્ડની આ ગુપ્ત બેઠકમાં શુભમન ગિલના ખરાબ ટી-ર૦ રેકોર્ડ અને આ વર્ષે તેની સરેરાશની ચર્ચા કરવામાં આવી હતી. યશસ્‍વી જયસ્‍વાલ જેવા ખેલાડીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો. એવું કહેવામાં આવ્‍યું હતું કે ગિલ ટીમમાં છે. પરંતુ યશસ્‍વી અને સંજુ સેમસન જેવા ખેલાડીઓના સ્‍થાન પર પ્રશ્નાર્થ છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્‍યો હતો કે ગિલ ર૦ર૬ ના ટી-ર૦ વર્લ્‍ડકપ માટે ટીમમાં રહેશે નહિં.

(2:46 PM IST)