તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th December 2025
આઇસીસી રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાના ક્રિકેટરોનો કબ્જો : ટી૨૦, ટેસ્ટ અને ઓલરાઉન્ડરમાં પણ નં.૧
રોહિત, અભિષેક, બુમરાહ, ચક્રવર્તી, જાડેજા ટોચના સ્થાને

નવી દિલ્હી : આઇસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી રેન્કિંગમાં ભરતીય ખેલાડીઓનો જોરદાર દબદબો જોવા મળ્યો છે. ટેસ્ટ, વનડે અને ટી૨૦ ત્રણેય ફોર્મેટમાં થઇને કુલ પાંચ ભારતીય ખેલાડી ઓ વિશ્વમાં પહેલા ક્રમે છે. જોકે, ટીમ ઇન્ડિયાના ટી૨૦ કેપ્ટન સૂર્યકુમાર યાદવને મોટો ઝટકો લાગ્યો છે. તે લાંબા સમય પછી ટી૨૦ રેન્કિંગમાં ટોચના ૧૦માંથી બહાર થઇ ગયો છે.
ભારતીય ખેલાડીઓએ બેટિંગ અને ઓલરાઉન્ડર એમ ત્રણેય વિભાગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. રોહિત શર્મા વનડે બેટર નં. ૧, અભિષેક શર્મા ટી૨૦ બેટર નં.૧, જસપ્રીત બુમરાહ ટેસ્ટ બોલર નં. ૧, વરૂણ ચક્રવર્તી ટી૨૦ બોલર નં. ૧, રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ઓલરાઉન્ડર નં. ૧.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
