<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

ટી૨૦ વર્લ્‍ડ કપ માટે ઓસ્‍ટ્રેલીયાએ કરી ટીમની જાહેરાત : સ્‍પિનરોનો વધુ સમાવેશ : પેટ કમિન્‍સની એન્‍ટ્રી

નવી દિલ્‍હી : આગામી ટી૨૦ વર્લ્‍ડ કપ માટે ઓસ્‍ટ્રેલિયાએ મિશેલ માર્શની કેપ્‍ટનશીપ હેઠળ પોતાની ૧૫ સભ્‍યોની ટીમની જાહેરાત કરી દીધી છે. પસંદગીકારોએ શ્રીલંકા અને ભારતીય પરિસ્‍થિતિઓને ધ્‍યાનમાં રાખીને ટીમમાં સ્‍પિન બોલિંગના વિકલ્‍પો પર વધુ ભાર મૂકયો છે. આ ટીમમાં કેટલાક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જ્‍યારે ફિટનેસની સમસ્‍યાઓનો સામનો કરી રહેલા સિનિયર ખેલાડીઓ પર પણ વિશ્વાસ યથાવત રાખવામાં આવ્‍યો છે.

ઓસ્‍ટ્રેલિયાના તમામ ગ્રુપ સ્‍ટેજ મુકાબલા શ્રીલંકામાં રમાવાના છે, જ્‍યાં સ્‍પિનરોનું પ્રભુત્‍વ રહે છે. આંકડા દર્શાવે છે કે શ્રીલંકામાં ટી૨૦ મેચોમાં ૪૩.૫ ટકા વિકેટ સ્‍પિનરો લે છે અને તેમની ઈકોનોમી રેટ ફાસ્‍ટ બોલરો કરતાં લગભગ ૧.૨૫ રન પ્રતિ ઓવર ઓછી હોય છે. આ જ કારણ છે કે ટીમમાં વધુ સ્‍પિન વિકલ્‍પો રાખવામાં આવ્‍યા છે.

આヘર્યજનક રીતે, ટીમમાં એક પણ લેફ્‌ટ આર્મ ફાસ્‍ટ બોલરને સ્‍થાન મળ્‍યું નથી. મિશેલ સ્‍ટાર્ક પહેલાથી જ ટી૨૦ આંતરરાષ્‍ટ્રીયમાંથી સંન્‍યાસ લઈ ચૂકયો છે, જ્‍યારે સ્‍પેન્‍સર જોન્‍સન પીઠની ઈજાને કારણે બહાર છે. પસંદગીકારોએ બ્રિસ્‍બેન હીટના ફાસ્‍ટ બોલર ઝેવિયર બાર્ટલેટને તક આપી છે. આ ઉપરાંત, ઓલરાઉન્‍ડર મેથ્‍યુ શોર્ટ, સ્‍પિનર મેથ્‍યુ કુホમેન અને બાર્ટલેટ ઓસ્‍ટ્રેલિયા માટે ટી૨૦ વર્લ્‍ડ કપમાં ડેબ્‍યૂ કરી શકે છે.

ઓસ્‍ટ્રેલિયા માટે કેટલાક સિનિયર ખેલાડીઓની ફિટનેસ ચિંતાનો વિષય છે, છતાં તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્‍યા છે.

ટી૨૦ વર્લ્‍ડ કપ માટે ઓસ્‍ટ્રેલિયન ટીમ : મિશેલ માર્શ (કેપ્‍ટન), ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, પેટ કમિન્‍સ, ટિમ ડેવિડ, કેમરન ગ્રીન, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્‍લિસ (વિકેટકીપર), મેથ્‍યુ કુホમેન, ગ્‍લેન મેક્‍સવેલ, મેથ્‍યુ શોર્ટ, માર્કસ સ્‍ટોઈનિસ અને એડમ ઝમ્‍પા.

(3:31 PM IST)