<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

હવે વર્ષ 2026માં ભારત અને પાકિસ્તાનની ટીમનો બે ICC ટુર્નામેન્ટમાં મુકાબલો થશે

જાણો બંને કટ્ટર હરીફ ટીમો કયારે અને ક્યાં સામસામી ટકરાશે

ભારત અને પાકિસ્તાન પડોશી દેશ છે અને બન્ને દેશમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય રમત છે. તેને લીધે બન્ને દેશની ટીમો વચ્ચે રમાતી મેચને લઈ ક્રિકેટ ફેન્સમાં ખૂબ જ આકર્ષણ રહે છે.હવે વર્ષ 2026માં ભારત અને પાકિસ્તાનની ટીમો બે ICC ટુર્નામેન્ટમાં ટકરાતી જોવા મળશે.

T20 વર્લ્ડ કપ 2026નું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે. ભારત યજમાન તરીકે ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયું હતું જ્યારે પાકિસ્તાન ICC T20 રેન્કિંગના આધારે પ્રવેશ્યું હતું. બંને ટીમો હવે 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે T20 વર્લ્ડ કપ 2026માં ટકરાશે, જે ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.

મહિલા T20 વર્લ્ડ કપ 2026 જૂન 2026માં ઇંગ્લેન્ડમાં યોજાશે. ભારતીય મહિલા ટીમ અને પાકિસ્તાની મહિલા ટીમને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે અને બંને ટીમો 14 જૂને T20 વર્લ્ડ કપ 2026માં એકબીજાનો સામનો કરશે.

ભારતીય મહિલા ટીમ અને પાકિસ્તાની મહિલા ટીમ વચ્ચે કુલ 16 T20I મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 13 અને પાકિસ્તાને ફક્ત 3 મેચ જીતી છે.

બંને ટીમો 2026 માં અંડર-19 વર્લ્ડ કપમાં પણ ભાગ લેશે. જોકે આ ટુર્નામેન્ટ માટે બંને ટીમોને અલગ અલગ ગ્રુપમાં મૂકવામાં આવી છે, જ્યાં તેઓ સેમિફાઇનલ અને ફાઇનલમાં એકબીજાનો સામનો કરે તેવી શક્યતા છે. જોકે હજુ સુધી કોઈ તારીખોની પુષ્ટિ કરવામાં આવી નથી.

(10:17 PM IST)