<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ક્રિકેટ ઈતિહાસમાં ૧૩૮ વર્ષ પછી પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ટીમ સિડની ટેસ્ટમાં સ્પિનર વગર મેદાનમાં ઉતરી

લંડન: ઈંગ્લેન્ડ સામેની પાંચમી એશેજ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૧૩૮ વર્ષમાં પ્રથમ વખત કોઈ પણ સ્પેશિયાલિસ્ટ સ્પિનર વગર રમવાનો નિર્ણય લીધો છે.

 

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની એશેજ શ્રેણીની અંતિમ ટેસ્ટમાં એક અનોખો ઈતિહાસ રચ્યો છે. વર્ષ ૧૮૮૮ પછી એટલે કે ૧૩૮ વર્ષમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાની ટીમ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસ સી જી) પર મુખ્ય સ્પિનર વગર મેદાનમાં ઉતરી છે. 

 

જે ગ્રાઉન્ડ સ્પિનરોનું સ્વર્ગ ગણાય છે, ત્યાં કેપ્ટન સ્ટીવ સ્મિથે નાથન લિયોન અને ટોડ મર્ફીને પડતા મૂકીને ઓલરાઉન્ડર બ્યૂ વેબસ્ટરને તક આપી છે. 

 

સ્મિથે સ્વીકાર્યું હતું કે વિકેટ સીમ બોલરોને વધુ મદદ કરે તેવી હોવાથી તેમણે આ અત્યંત મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે.

(11:51 AM IST)