તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th January 2026
શિખર ધવન ગર્લફ્રેન્ડ તથા આઇરીશ મોડલ સોફી સાથે ફેબ્રુઆરીમાં કરશે લગ્ન
ક્રિકેટ અને બોલીવુડના દિગ્ગજો થશે સામેલ : તૈયારીઓ શરૂ

નવી દિલ્હી, તા.૬: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન ફરી એક વાર લગ્ન કરવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટના ‘ગબ્બર' તરીકે જાણીતા ધવન તેની ગર્લફ્રેન્ડ અને આઇરિશ મોડેલ સોફી શાઇન સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. બંને લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા છે.
એક રાષ્ટ્રીય અખબારના અહેવાલ મુજબ, આ કપલ ફેબ્રુઆરીમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં દિલ્હી-એનસીઆરમાં એક ભવ્ય ઉજવણી થશે, જેમાં ક્રિકેટ અને બોલીવુડ બંનેના મોટા નામો હાજરી આપશે. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
એક સૂત્રએ એ જણાવ્યું હતું કે, આ બંને માટે એક નવી શરૂઆત છે, અને તેઓ ખૂબ જ ખુશ છે. શિખર લગ્નની તૈયારીઓમાં વ્યક્તિગત રીતે સામેલ થયો છે જેથી ખુશીમાં કોઈ કમી ન રહે
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
