<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

બાંગ્‍લાદેશી બોલર મુસ્‍તફિઝુર રહેમાન ઉપર પાકિસ્‍તાન અચાનક મહેરબાનઃ PSLમાં રમાડશે

ભારત-પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડ વચ્‍ચેના તણાવનો ફાયદો ઉઠાવતું પાકિસ્‍તાન બોર્ડ

નવી દિલ્‍હી તા.૭:  રાજકારણ અને ક્રિકેટમાં એક જૂની કહેવત છે કે દુશ્‍મનનો દુશ્‍મન દોસ્‍ત હોય છે. આ કહેવતને ચરિતાર્થ કરતો કિસ્‍સો ભારત, બાંગ્‍લાદેશ અને પાકિસ્‍તાન ક્રિકેટ વચ્‍ચે જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીઆઇ દ્વારા આઇપીએલ  ૨૦૨૬માંથી બહાર કરાયેલા બાંગ્‍લાદેશી પેસર મુસ્‍તફિઝુર રહેમાન પર હવે પાકિસ્‍તાન મહેરબાન થયું છે. ભારત-બાંગ્‍લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્‍ચેના તણાવનો સીધો ફાયદો ઉઠાવતા પાકિસ્‍તાને મુસ્‍તફિઝુરને પોતાની પાકિસ્‍તાન સુપર લીગ આઇપીએલ માં રમાડવાનો નિર્ણય કર્યો છે.

બીસીસીઆઇએ સત્તાવાર રીતે કોલકાતા નાઈટ રાઈડર્સને મુસ્‍તફિઝુર રહેમાનને ટીમમાંથી મુક્‍ત કરવાનો નિર્દેશ આપ્‍યો હતો. આઇપીએલમાંથી બહાર થયા બાદ હવે પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડ (આઇપીએલ)એ તેને પીએસએલમાં તક આપવાનો સંકેત આપ્‍યો છે.

અહેવાલ મુજબ, મુસ્‍તફિઝુર રહેમાન આઇપીએલ૨૦૨૬ની સાથે જ શરૂ થઈ રહેલા પી૨૦૨૬ સિઝનમાં રમતો જોવા મળશે. જોકે, તે કઈ ટીમ માટે રમશે તેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. પાકિસ્‍તાન ઘણીવાર એવા ખેલાડીઓનો સંપર્ક કરે છે જેમને અઇપીએલમાં તક નથી મળતી અથવા જેઓ આ લીગમાંથી નિવૃત્ત થઈ જાય છે. આથી, મુસ્‍તફિઝુર સાથેનો આ સોદો કોઈ મોટી વાત નથી. જોકે, એ વાત નિヘતિ છે કે તેને મળનારી રકમનો ૧૦ ટકા હિસ્‍સો પણ પીએસએલમાં નહીં મળે.

(3:52 PM IST)