તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
ક્રિકેટ જગતમાં 'સૂર્યવંશી'નો સૂર્યોદય: ૧૪ વર્ષના વૈભવે દક્ષિણ આફ્રિકામાં રચ્યો ઈતિહાસ, અંડર-19 ક્રિકેટમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા કેપ્ટન
૪ દેશોમાં સદીનો શાનદાર ચોગ્ગો: માત્ર ૬૩ બોલમાં સેન્ચુરી ફટકારી પ્રોટીઝ બોલરોને ધૂળ ચટાડી; IPL થી લઈને ઇન્ટરનેશનલ મેદાન સુધી વૈભવ સૂર્યવંશીના નામે રેકોર્ડ્સનો ખડકલો

નવી દિલ્હી:ભારતીય ક્રિકેટના આંગણે એક નવો જાદુગર પ્રગટ્યો છે. બિહારના માત્ર ૧૪ વર્ષના વુંડર કિડ વૈભવ સૂર્યવંશીએ દક્ષિણ આફ્રિકાની ધરતી પર બેનોની ખાતે રમાયેલી ત્રીજી યુથ વનડેમાં ધમાકેદાર સદી ફટકારીને ક્રિકેટના ઈતિહાસના પાના ફરીથી લખી દીધા છે. ભારત અંડર-19 ટીમનું નેતૃત્વ કરી રહેલા વૈભવે માત્ર ૬૩ બોલમાં સદી પૂરી કરી હતી. આ સાથે જ તે અંડર-19 વનડે ફોર્મેટમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા કેપ્ટન બની ગયો છે.
વૈભવની બેટિંગમાં તે આક્રમકતા જોવા મળી જે દિગ્ગજ બેટ્સમેનોમાં હોય છે. તેણે પોતાની ઈનિંગ દરમિયાન ૧૦ ગગનચુંબી છગ્ગા અને ૯ ચોગ્ગા ફટકારીને દક્ષિણ આફ્રિકાના બોલરોને લાચાર કરી દીધા હતા. આ ૧૪ વર્ષના છોકરાનો દબદબો એવો છે કે તેણે અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કતાર અને હવે દક્ષિણ આફ્રિકા એમ ચાર અલગ-અલગ દેશોમાં સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. એટલું જ નહીં, વૈભવના નામે IPL માં સૌથી ઝડપી ભારતીય સદી ફટકારવાનો પણ રેકોર્ડ નોંધાયેલો છે.
ભારતની ઇનિંગ્સમાં તેણે એરોન જ્યોર્જ સાથે મળીને પ્રથમ વિકેટ માટે ૨૨૭ રનની વિશાળ ભાગીદારી નોંધાવી હતી. ૧૫ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપ ૨૦ spark૬ પહેલા વૈભવનું આ ફોર્મ ટીમ ઇન્ડિયા માટે વરદાન સાબિત થઈ શકે છે. પાંચ વખતની ચેમ્પિયન ભારતીય ટીમ આ વખતે ગ્રુપ-B માં ન્યુઝીલેન્ડ, અમેરિકા અને બાંગ્લાદેશ સામે ટકરાશે. વૈભવના આ પ્રદર્શનને જોતા તેને ટૂંક સમયમાં સિનિયર ભારતીય ટીમ માટે રમતો જોવામાં આવે તો નવાઈ નહીં હોય.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
