તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th January 2026
કોહલીએ વડોદરામાં તોડ્યો સચિનનો રેકોર્ડ : 25 રન બનાવતા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 28,000 રન પૂરા કર્યા
સચિન તેંડુલકરે 644 ઈનિંગમાં 28,000 રન પૂરા કર્યા. કુમાર સંગાકારાએ 666 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી. વિરાટે તેની 624મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી.

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વડોદરામાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ODIમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો. રોહિત શર્મા 26 રન બનાવીને આઉટ થયા બાદ મેદાન પર આવતા વિરાટ કોહલીએ ઝડપથી 25 રન બનાવીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 28,000 રન પૂરા કર્યા. સચિન તેંડુલકર અને કુમાર સંગાકારા પછી આ સિદ્ધિ મેળવનાર તે ફક્ત ત્રીજો બેટ્સમેન છે.
વિરાટ કોહલી હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 28,000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેને સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. સચિન તેંડુલકરે 644 ઈનિંગમાં 28,000 રન પૂરા કર્યા. કુમાર સંગાકારાએ 666 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી. વિરાટે તેની 624મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
