તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th January 2026
શુભમન ગિલની 'સેફ્ટી ફર્સ્ટ' રણનીતિ: ઈન્દોરમાં પાણીની કટોકટી વચ્ચે ૩ લાખનું વોટર પ્યુરિફાયર લઈને પહોંચ્યો કેપ્ટન; હોટલના રૂમમાં કરાવ્યું ઈન્સ્ટોલેશન
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે નિર્ણાયક વનડે પહેલા ગિલનો સાવચેતીભર્યો નિર્ણય, ઈન્દોરમાં દૂષિત પાણીના કારણે સર્જાયેલી હોનારતને જોતા લેવાયા કડક પગલાં - જાણો શું છે હોલકર સ્ટેડિયમનો રેકોર્ડ

ઈન્દોર:ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ત્રણ વનડે મેચોની શ્રેણી અત્યારે ૧-૧ થી બરોબરી પર છે. રવિવારે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાનારો ત્રીજો મુકાબલો ફાઈનલ સમાન બની રહેશે. જોકે, મેદાન પરના જંગ પહેલા ભારતીય કેપ્ટન શુભમન ગિલ એક અલગ જ કારણસર ચર્ચામાં છે. અહેવાલો મુજબ, ગિલ પોતાની સાથે અંદાજે ૩ લાખ રૂપિયાની કિંમતનું વોટર પ્યુરિફાયર મશીન લઈને ઈન્દોર પહોંચ્યો છે અને તેણે હોટલના રૂમમાં જ તેને ઈન્સ્ટોલ કરાવ્યું છે.
ઈન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં તાજેતરમાં દૂષિત પાણી પીવાથી ઘણા લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા, પ્લેયર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગિલે આ મહત્વનો નિર્ણય લીધો હોય તેમ જણાય છે. જોકે ટીમ મેનેજમેન્ટે આ ગિલનો અંગત નિર્ણય છે કે ટીમ પ્રોટોકોલ તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. ઈન્દોરનું હોલકર સ્ટેડિયમ ભારત માટે અત્યંત લકી રહ્યું છે, જ્યાં ભારતે રમેલી તમામ ૭ વનડે મેચો જીતી છે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
