તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th January 2026
ક્રિકેટ રેકોર્ડ: ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલે ભારત સામે રચ્યો અનોખો ઇતિહાસ: વન-ડે ક્રિકેટમાં એક જ ટીમ સામે સતત પાંચ અડધી સદી ફટકારનાર વિશ્વનો સૌપ્રથમ બેટ્સમેન બન્યો

ન્યુઝીલેન્ડના મિડલ ઓર્ડર બેટ્સમેન ડેરિલ મિચેલે ભારતીય ક્રિકેટ ટીમ સામે શાનદાર પ્રદર્શન કરતા એક એવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધી ક્રિકેટના ઈતિહાસમાં કોઈ પણ બેટ્સમેન કરી શક્યો નથી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી વન-ડે સિરીઝમાં ડેરિલ મિચેલનું બેટ રન ઓકતું જોવા મળ્યું હતું.
આ જમણેરી બેટ્સમેને ટીમ ઈન્ડિયા સામે શાનદાર સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું છે. ડેરિલ મિચેલે ભારત સામેની વન-ડે મેચોમાં સતત પાંચ ઇનિંગ્સમાં પચાસ કે તેથી વધુ રનનો સ્કોર નોંધાવ્યો છે. ક્રિકેટના આંકડાઓ પર નજર કરીએ તો, વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં કોઈપણ એક વિરોધી ટીમ સામે સતત પાંચ મેચમાં પચાસ પ્લસ સ્કોર (અડધી સદી કે સદી) બનાવનાર તે વિશ્વનો એકમાત્ર બેટ્સમેન બની ગયો છે.
આ પહેલાં પણ ઘણા દિગ્ગજ ખેલાડીઓએ ભારત સામે સારા રન બનાવ્યા છે, પરંતુ કોઈ પણ ખેલાડી સતત પાંચ મેચ સુધી અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો ન હતો. મિચેલની આ સિદ્ધિ દર્શાવે છે કે તેને ભારતીય બોલરો સામે રમવું કેટલું રાસ આવે છે. તેણે સ્પિન અને પેસ બંને આક્રમણનો મજબૂતીથી સામનો કર્યો હતો.
આ રેકોર્ડ સાથે તેણે ક્રિકેટ જગતમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું છે. તેની આ રમતને કારણે ક્રિકેટ પંડિતો પણ તેના વખાણ કરતા થાકતા નથી. મિચેલનું આ ફોર્મ ન્યુઝીલેન્ડની ટીમ માટે ખૂબ જ મહત્વનું સાબિત થયું છે, ખાસ કરીને મધ્યમ ક્રમમાં ઇનિંગ્સને સંભાળવામાં તેનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
