<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

ટોપઆર્ડર ફેઇલ, બેટરોના બિનજવાબદાર શોટ, ફિલ્‍ડીંગમાં પણ ઘણી ભુલો કરી, જેના લીધે હાર્યાઃ ગિલ

નિર્ણાયક મેચમાં જે પ્રકારની રમતની અપેક્ષા હતી, અમારી ટીમ તેવું પ્રદર્શન કરી શકી નહી

નવી દિલ્‍હીઃ હાર બાદ ભારતીય કેપ્‍ટન શુભમન ગિલનું દર્દ છલકાયું હતું અને તેણે ટીમના નિરાશાજનક પ્રદર્શન પર ખુલીને નારાજગી વ્‍યક્‍ત કરી હતી નિર્ણાયક મેચમાં આવું પ્રદર્શન નિરાશાજનક તેણે કહ્યું, પહેલી મેચ પછી જ્‍યારે અમે અહીં ૧-૧ની સ્‍થિતિમાં આવ્‍યા અને જે રીતે અમે રમ્‍યા, તે નિરાશાજનક હતું. ગિલે સ્‍પષ્ટ કહ્યું કે નિર્ણાયક મેચમાં જે પ્રકારની રમતની અપેક્ષા હતી, ટીમ તેવું પ્રદર્શન કરી શકી નહીં.

ભારતીય કપ્તાને હાર માટે કોઈ એક ખેલાડી પર દોષનો ટોપલો ઢોળ્‍યો ન હતો, પરંતુ તેણે સ્‍પષ્ટ કર્યું કે તે ટોપ-ઓર્ડરની નિષ્‍ફળતા, બેટ્‍સમેનો દ્વારા બિનજવાબદાર શોટની પસંદગી અને ફિલ્‍ડિંગમાં થયેલી સતત ભૂલોથી અત્‍યંત નારાજ છે. તેણે સ્‍વીકાર્યું કે ખેલાડીઓએ ઘણા મહત્‍વપૂર્ણ પ્રસંગોએ ભૂલોનું પુનરાવર્તન કર્યું અને યોજનાઓનું યોગ્‍ય રીતે પાલન થઈ શક્‍યું નહીં.

આ હાર છતાં, શુભમન ગિલે વિરાટ કોહલી અને હર્ષિત રાણાની જોરદાર પ્રશંસા કરતાં તેણે કહ્યું, વિરાટ જે રીતે બેટિગ કરી રહ્યો છે, તે હંમેશા અમારા માટે એક મોટો પ્‍લસ પોઈન્‍ટ છે. તેણે હર્ષિતે પણ જે રીતે આ સીરિઝમાં બેટિગ કરી છે, ખાસ કરીને નંબર-૮ પર રમવું આસાન નથી હોતું. પરંતુ તેણે જે રીતે આગળ વધીને જવાબદારી નિભાવી છે, તે પ્રશંસનીય છે.

ગિલે ભવિષ્‍યની યોજનાઓ વિશે વાત કરતાં કહ્યું કે, વર્લ્‍ડ કપને ધ્‍યાનમાં રાખીને, અમે નીતિશ કુમાર રેડ્ડીને તક આપવા માંગીએ છીએ. અમે ઈચ્‍છીએ છીએ કે જ્‍યારે તે મેદાન પર હોય, ત્‍યારે તેને પૂરતી ઓવર મળે, જેથી અમે જોઈ શકીએ કે અમારા માટે કયું કોમ્‍બિનેશન શ્રેષ્ઠ કામ કરશે.

(4:40 PM IST)