<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

ગૌતમી નાઈકને હાર્દિક પંડયાએ આપી સરપ્રાઈઝ

બૅન્‍ગલોર માટે ફિફ્‌ટી ફટકારીને ચમકેલી ઑલરાઉન્‍ડર

નવી દિલ્‍હી : વડોદરામાં વિમેન્‍સ પ્રીમિયર લીગ ૨૦૨૬ બીજા તબક્કાની શરૂઆતમાં બેન્‍ગલોરની ઓલરાઉન્‍ડર ગૌતમી નાઈકે શાનદાર ૭૩ રન ફટકાર્યા હતા. તે WPLના ઇતિહાસમાં ફિફટી ફટકારનાર પહેલી અનકેપ્‍ડ ભારતીય પ્‍લેયર બની હતી. નાગાલેન્‍ડની ૨૭ વર્ષની આ પ્‍લેયર પહેલી વખત આ ટુર્નામેન્‍ટમાં રમી રહી છે. તેને પોતાની પહેલી ૩ મેચમાં માત્ર એક મૅચમાં રમવાની તક મળી હતી જેમાં તેણે ૯ રન કર્યા હતા. મૅચ બાદ ગૌતમી નાઈકને તેના આઈડલ હાર્દિક પંડયા તરફથી સરપ્રાઈઝ મળી હતી. રોયલ ચેલેન્‍જર્સ બેન્‍ગલુરુએ તેના માટે હાર્દિક પંડયાના સ્‍પેશ્‍યલ વિડિયો-મેસેજની વ્‍યવસ્‍થા કરી હતી. હાર્દિક પંડયાએ વિડિયોમાં તેને અભિનંદન પાઠવીને તેના પ્રદર્શનની પ્રશંસા કરી, શિસ્‍ત જાળવવા વિનંતી કરી અને રમતનો આનંદ માણવા માટે પ્રોત્‍સાહિત કરી. ગૌતમીએ આ વિડિયોને સ્‍વપ્ન જેવી ક્ષણ ગણાવી હતી. તેણે હાર્દિક પંડયાને મળવા અને તેની જેમ રમવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી.

(3:57 PM IST)