તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st January 2026
ઇશાન ત્રીજા અને શ્રેયસ પાંચમાં ક્રમે બેટીંગમાં આવશે
ઇશાન કિશનનું તાજેતરમાં ડોમેસ્ટીકમાં સુપર્બ ફોર્મ અને ટી- ર૦ વર્લ્ડકપમાં સામેલ હોય તેને વધુ તક મળશેઃ સૂર્યા

નવી દિલ્હીઃ આજથી ન્યૂઝીલેન્ડ સામે શરૂ થનારી ૫ મેચની ટી૨૦ સિરીઝની પહેલી મેચમાં ઈશાન કિશન વન ડાઉન એટલે કે ત્રીજા નંબર પર બેટિંગ કરશે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે, શ્રેયસ ઐયરના પહેલા ઈશાન કિશનને મોકો મળશે કેમ કે તે ભારતની ટી ૨૦ વર્લ્ડ કપ ટીમનો હિસ્સો છે અને ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે, તે ઇન્જર્ડ તિલક વર્માની જગ્યા લે.
તિલક વર્મા પણ ડાબોડી છે અને તે ત્રીજા નંબર પર રમે છે. શ્રેયસ ઐયર પાંચમા સ્થાને બેટીંગ કરશે.
ઇશાનનું સિલેકશન ટી-ર૦ વર્લ્ડકપમાં થયું હોવાથી તે શ્રેયસથી આગળ રમવાનો હકદાર છે. જો નંબર ૪ ક પનો પ્રશ્ર હોત તો પ્રશ્ન અલગ હોત. કમનસીબે તિલક નથી તેથી ઈશાન બેસ્ટ ઓપ્શન છે.
સુર્યાએ કહ્યું કે,‘‘મેં ભારત માટે બંને પોઝીશન પર બેટિંગ કરી છે. મારા આંકડા નંબર ૪ પર થોડા સારા છે જોકે નંબર ૩ પર પણ સારા છે. પરંતુ અમે તેમાં ફલેકસીબીલીટી જાળવી રાખીએ છીએ. અમે જોઈશું કે, જરૂર પડશે કે રાઈટ હેન્ડર મોકલવાનો છે તો હું આવીશ.''
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
