હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 21st January 2026
બાંગ્લાદેશને ICC નો ઝટકો: તમામ મેચ ભારતમાં રમવી પડશે
જો બાંગ્લાદેશે ટી20 વર્લ્ડકપમાં ભારતમાં યોજાનાર મેચો ન રમવી હોય તો તેને બહાર થવું પડશે .

ભારતમાં સાતમી ફેબ્રુઆરીથી ટી20 વર્લ્ડકપ-2026ની શરૂઆત થવાની છે. જોકે તે પહાલ બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઈન્કાર કરીને શ્રીલંકામાં તેની મેચો યોજવાની માંગ કરી છે. હવે આ મામલે આઈસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ઝટકો આપ્યો છે. આઈસીસીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે, જો બાંગ્લાદેશે ટી20 વર્લ્ડકપમાં ભારતમાં યોજાનાર મેચો ન રમવી હોય તો તેને બહાર થવું પડશે. આ સાથે ICCએ બાંગ્લાદેશને છેલ્લું અલ્ટીમેટમ આપી દીધું છે.
વાસ્તવમાં બાંગ્લાદેશની ટી20 વર્લ્ડકપની માંગને લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની આજે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં આઈસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને સ્પષ્ટ કહ્યું છે કે, જો બાંગ્લાદેશ જિદ નહીં છોડે, નહીં તો તેનું ટી20 વર્લ્ડકપમાંથી પત્તું કમાઈ જશે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
