<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

ઓલરાઉન્‍ડર અક્ષર પટેલ ઈજાગ્રસ્‍તઃ ટી૨૦ વર્લ્‍ડ કપ રમવા ઉપર સસ્‍પેન્‍સ મેચની ૧૬મી ઓવરમાં ફોલોથ્રુમાં બોલને રોકતા આંગળીમાંથી લોહી નિકળ્‍યું

નાગપુર, તા.૨૨: ગઈકાલે ન્‍યુઝીલેન્‍ડ સામે રમાયેલી ટી૨૦ મેચ દરમિયાન ટીમ ઈન્‍ડિયાને તગડો ઝટકો લાગ્‍યો છે. ન્‍યૂઝીલેન્‍ડની બેટિંગ દરમિયાન બોલિંગ કરી રહેલા સ્‍ટાર ઓલરાઉન્‍ડર અક્ષર પટેલને ઈજા પહોંચી, ૧૬મી ઓવર દરમિયાન અક્ષર પટેલે બોલને રોકવા માટે પોતાનો ડાબો હાથ લંબાવ્‍યો હતો, પરંતુ બોલ તેની આંગળી પર વાગ્‍યો હતો.

ઈજા એટલી ગંભીર હતી કે આંગળી પરથી લોહી વહેવા લાગ્‍યું હતું. જેથી અક્ષર પટેલને મેદાનની બહાર લઈ જઈ યોગ્‍ય સારવાર આપવામાં આવી હતી. જ્‍યારે અક્ષરની બાકી રહેલી ઓવર પૂરી કરવા કેપ્‍ટન સૂર્ય કુમારે અભિષેક શર્માને બોલાવ્‍યો હતો.  અક્ષર પટેલની ઈજાથી ટીમ ઈન્‍ડિયાની ટી૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬ માટેની તૈયારીઓને મોટો ફટકો પડ્‍યો છે. ટી૨૦ વર્લ્‍ડ કપ માટે ટીમ ઈન્‍ડિયાની ટીમની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં અક્ષર પટેલ વાઇસ કેપ્‍ટન તરીકે સામેલ છે. હવે જોવાનું એ છે કે અક્ષર પટેલની ઈજા કેટલી ગંભીર છે અને તે કયારે ફિટ થશે અને મેદાનમાં પાછો ફરશે. મહત્‍વનું છે કે ૭ ફેબ્રુઆરીથી શરૂ થનારા ટી૨૦ વર્લ્‍ડ કપ શરૂ થવામાં ત્રણ અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. 

(3:14 PM IST)