તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd January 2026
ટીમ ઇન્ડીયા પાકિસ્તાનને હરાવશે : ફાઇનલમાં પહોંચશે : માઇકલ કલાર્ક
ટી-ર૦ વર્લ્ડકપ અગાઉ ઓસ્ટ્રેલીયાના પૂર્વ કેપ્ટનની ભવિષ્યવાણી

મેલબર્ન, તા. રર : ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે આગામી ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે, જેણે ક્રિકેટ જગતમાં ચર્ચાઓ જગાવી છે. ક્લાર્કના મતે, ભારત અને ઓસ્ટ્રેલિયા આ ટૂર્નામેન્ટના સૌથી મજબૂત દાવેદાર છે અને બંને ટીમો ફાઇનલમાં પહોંચી શકે છે.
ક્લાર્કે કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા આ ટૂર્નામેન્ટની સૌથી મજબૂત ટીમો છે અને બંને સેમિફાઇનલ સુધી પહોંચી શકે છે. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ની શરૂઆત ૭ ફેબ્રુઆરીથી થશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરી રહી છે, કારણ કે ભારતે ૨૦૨૪માં સાઉથ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી બહુપ્રતિક્ષિત મેચને લઈને પણ ક્લાર્કે પોતાનો મત સ્પષ્ટપણે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ મેચમાં ભારતનું પલડું ભારે રહેશે. દરેક જણ જાણે છે કે ભારતને મોટી મેચ જીતવાનો અનુભવ છે. તાજેતરના વર્ષોમાં ભારતે પાકિસ્તાન પર દબદબો બનાવ્યો છે. પાકિસ્તાન પાસે પ્રતિભા છે, પરંતુ ભારતની ટીમ દબાણમાં વધુ સારું પ્રદર્શન કરે છે.
માઈકલ ક્લાર્કે ભારતની તરફેણ કરવા પાછળના કારણો પણ ગણાવ્યા. તેમણે કહ્યું કે ભારતે અત્યાર સુધીના ૧૦ T20 વર્લ્ડ કપમાંથી ૮ વખત પાકિસ્તાનને હરાવ્યું છે. તેમના મતે, અનુભવ, ટીમની ઊંડાઈ અને માનસિક મજબૂતી ભારતને બાકીની ટીમો કરતાં આગળ રાખે છે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
