<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

સોૈરાષ્‍ટ્રનો ધબડકોઃ ૧૭૨માં ફીંડલુ

રાજકોટના રણજી મેચમાં પંજાબ સામે : પંજાબે પણ ૮૧ રનમાં ૫ાંચ વિકેટ ગુમાવીઃ ગીલ શૂન્‍ય રને આઉટ

રાજકોટઃ શહેરના નિરંજન શાહ સ્‍ટેડીયમ ખાતે રમાઇ રહેલ સોૈરાષ્‍ટ્ર-પંજાબ વચ્‍ચેના આજથી શરૂ થયેલ રણજી મેચમાં સોૈરાષ્‍ટ્રનું ૧૭૨ રનમાં ફિંડલુ વળી ગયું છે. સ્‍ટાર બેટર રવિન્‍દ્ર જાડેજા પણ ૭૨ રને આઉટ થયો હતો.

પંજાબ વતી બ્રારે ૬ વિકેટ ખેડવી સોૈરાષ્‍ટ્રની ઇનીંગ સમેટવામાં મુખ્‍ય ભાગ ભજવ્‍યો હતો. આ લખાય છે ત્‍યારે બપોરૈ ૨.૩૦ કલાકે પંજાબે ૮૧ રનમાં ૫ વિકેટ ગુમાવી છે. ગીલ શુન્‍ય રને પેવેલીયન પરત ફર્યો છે. 

(3:40 PM IST)