તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th January 2026
WPL 2026:દિલ્હીએ RCB ને 7 વિકેટથી હરાવ્યું: લૌરા વોલ્વાર્ટની શાનદાર ઇનિંગ
દિલ્હી કેપિટલ્સ WPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને હરાવનારી પ્રથમ ટીમ બની

WPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને હરાવનારી દિલ્હી કેપિટલ્સ પહેલી ટીમ બની છે દિલ્હીએ RCB ને 7 વિકેટથી હરાવ્યું છે લૌરા વોલ્વાર્ટની શાનદાર ઈનિંગે DC ને સિઝનની ત્રીજી જીત નોંધાવવામાં મદદ કરી હતી .
વડોદરામાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCB ફક્ત 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં દિલ્હીએ 26 બોલ બાકી રહેતા આ લક્ષ્ય હાંસલ કર્યું.
આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 38 રન બનાવ્યા અને અન્ય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહીં. દિલ્હી કેપિટલ્સના બોલરોએ જોરદાર ધૂમ મચાવી. સ્નેહ રાણા સિવાય, ડીસીના બધા બોલરોએ 1-1 વિકેટ લીધી.
RCB એકમાત્ર ટીમ છે જેને WPL 2026 પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. RCBએ સતત 5 મેચ જીતી હતી, પરંતુ દિલ્હી કેપિટલ્સે તેમને હરાવીને પ્લેઓફની આશા જીવંત રાખી હતી. દિલ્હી માટે લૌરા વોલ્વાર્ડે અણનમ 42 રન બનાવ્યા. કેપ્ટન જેમીમા રોડ્રિગ્સે 24 રન બનાવ્યા અને મેરિઝાન કાપે 19 રન બનાવીને અણનમ રહી.
ત્રણ ટીમો WPL 2026 પ્લેઓફમાં આગળ વધશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પહેલાથી જ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. દિલ્હી કેપિટલ્સ RCB સામે 7 વિકેટથી જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાનેથી બીજા નંબરે પહોંચી ગઈ છે. બાકીના બે પ્લેઓફ સ્થાનો માટે હાલમાં દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. દરેક ટીમની 2 મેચ બાકી છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
