તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th January 2026
"અંડર-૧૯ વર્લ્ડ કપ: બાંગ્લાદેશ ટીમનું ખરાબ પ્રદર્શન, વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ: ત્યાંના ક્રિકેટ બોર્ડે આઈસીસીના શિડ્યુલને ગણાવ્યું 'અયોગ્ય': બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વચ્ચે નવો વિવાદ

ઢાકા: બાંગ્લાદેશની ટીમ અંડર-૧૯ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. ટીમના ખરાબ પ્રદર્શન પાછળ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આઈસીસીના થકવી નાખે તેવા ટ્રાવેલ શિડ્યુલને જવાબદાર ઠેરવ્યું છે.
ચાલુ અંડર-૧૯ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની સફર નિરાશાજનક રીતે સમાપ્ત થઈ છે. આ હાર બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વચ્ચે વિવાદ સર્જાયો છે. બીસીબીના અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે ટુર્નામેન્ટ દરમિયાન વારંવારની મુસાફરીને કારણે ખેલાડીઓ થાકી ગયા હતા, જેની અસર તેમના પ્રદર્શન પર પડી હતી.
બીસીબીના ગેમ ડેવલપમેન્ટ કોર્ડિનેટર હબીબુલ બશરે જણાવ્યું હતું કે, "અમે ઇંગ્લેન્ડ અને ભારત સામેની મેચોમાં પાછળ રહ્યા, પણ તેનું એક મોટું કારણ મુસાફરીનો થાક હતો. ભારત સામેની મેચ પહેલા ખેલાડીઓ થાકી ન જાય તે માટે બોર્ડે પોતાના ખર્ચે ફ્લાઈટની વ્યવસ્થા કરવી પડી હતી કારણ કે બસની મુસાફરી ખૂબ લાંબી હતી."
ટીમ મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, હરારેથી બુલાવાયો વચ્ચેની ૯ કલાકની બસ મુસાફરી અને ચોમાસાની ઋતુએ ખેલાડીઓને પરેશાન કરી મૂક્યા હતા. વોર્મ-અપ મેચોના સ્થળમાં અચાનક ફેરફાર કરવાને કારણે પણ ટીમે ઘણી દોડધામ કરવી પડી હતી. કોચ નવીદ નવાઝે પણ આ શિડ્યુલ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
