<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

એશિયન ગેમ્સમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું: લેક્રોસ સિક્સેસમાં ભારતની શાનદાર જીત

ભારત માટે આ એક નવી રમત હોવા છતાં આ ટુર્નામેન્ટમાં બે દિવસમાં સતત બે જીત હાંસલ કરી

જકાર્તા: એશિયન ગેમ્સમાં રમાયેલી લેક્રોસ સિક્સેસ સ્પર્ધામાં ભારતીય પુરુષ ટીમે પાકિસ્તાનને ૧૨-૭ થી પરાજય આપી સતત બીજી જીત નોંધાવી છે.

 

ભારતીય રમતગમત ક્ષેત્રે આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. એશિયન ગેમ્સમાં રમાયેલી લેક્રોસ સિક્સેસ ની બીજી મેચમાં ભારતીય પુરુષ ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે આ મેચ ૧૨-૭ ના સ્કોરથી જીતી લીધી છે.

 

ભારતે આ ટુર્નામેન્ટમાં બે દિવસમાં સતત બે જીત હાંસલ કરી છે. ભારત માટે આ એક નવી રમત હોવા છતાં ખેલાડીઓએ અદ્ભુત તાલમેલ બતાવ્યો હતો. 

 

ઉલ્લેખનીય છે કે, લેક્રોસ સિક્સેસ રમતને વર્ષ ૨૦૨૮માં લોસ એન્જલસ ખાતે યોજાનારા ઓલિમ્પિકમાં પણ સામેલ કરવામાં આવી છે, જેના કારણે ભારતની આ જીત ભવિષ્ય માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે.

(10:38 PM IST)