તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
કરોડોની કમાણી... મેદાનમાં મચશે તબાહી ચેમ્પિયન ટીમને મળશે અધધધ...૨૭ કરોડ રૂપિયા
રનરઅપ ટીમને રૂા.૧૪.૬૫ કરોડ મળશેઃ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમને રૂપિયા મળશે

નવી દિલ્હીઃ ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ૭ ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. ત્યારે બધાની નજર આ મોટી ટુર્નામેન્ટ પર છે. બે વર્ષ પછી ફેન્સને ફરીથી સૌથી મોટી ટી૨૦ ટુર્નામેન્ટ જોવા મળશે. આ વખતે ટી૨૦ વર્લ્ડ કપમાં ૨૦ ટીમો ભાગ લઈ રહી છે. દરેક ટીમની નજર વર્લ્ડ કપ ટ્રોફી પર છે. ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં ભાગ લેનારી બધી ટીમોને ICC તરફથી અમુક રકમ મળશે. ICCએ હજુ સુધી સત્તાવાર રીતે રકમની જાહેરાત નથી કરી, પરંતુ અહેવાલો સૂચવે છે કે ટીમોને ૨૦૨૪ની એડિશન કરતાં ૨૦ ટકા વધુ પ્રાઈસ મની મળશે.
ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માટે કુલ ઈનામી રકમ આશરે ૧૩.૫ મિલિયન ડોલર હોવાનો અંદાજ છે, જે ૧૦૦ કરોડથી પણ વધુ થાય છે. આ રકમ ટી૨૦ વર્લ્ડ કપમાં ભાગ લેનારા દેશોમાં વહેંચવામાં આવશે, જેમાં વિનર, રનર-અપ અને સેમીફાઈનલ હારેલી ટીમનો પણ સમાવેશ થાય છે. અહેવાલો મુજબ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ની ચેમ્પિયન ટીમને ૨૭.૪૮ કરોડ રૂપિયાની પ્રાઈઝ મની મળી શકે છે, જ્યારે રનર-અપ ટીમને ૧૪.૬૫ કરોડ રૂપિયા મળી શકે છે.
ટી૨૦ વર્લ્ડ કપની પ્રાઈઝ મનીઃ
વિનર- ૨૭.૪૮ કરોડ રૂપિયા, રનર-અપ - ૧૪.૬૫ કરોડ રૂપિયા, સેમીફાઈનલિસ્ટ - ૭.૨૪ કરોડ રૂપિયા (પ્રતિ ટીમ), ૫-૧૨ નંબર પર રહેલી ટીમો - ૩.૪૮ કરોડ રૂપિયા (પ્રતિ ટીમ), ૧૩-૨૦ નંબર પર રહેલી ટીમો - ૨.૨૯ કરોડ રૂપિયા (પ્રતિ ટીમ)
ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં કુલ ૫૫ મેચ રમાશે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
