<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

ટી ૨૦ રેન્‍કીંગમાં કિશનની મોટી છલાંગ, અભિષેક ટોચના સ્‍થાને

નવી દિલ્‍હી : ટી૨૦  રેન્‍કિંગમાં   વિકેટકીપર-બેટ્‍સમેન ઈશાન કિશને શાનદાર ઉછાળો લીધો છે. લાંબા સમય પછી ટીમ ઈન્‍ડિયામાં વાપસી કરનાર ઈશાને પોતાની આક્રમક બેટિંગથી પસંદગીકારો સાથે-સાથે ક્રિકેટ જગતનું પણ ધ્‍યાન ખેંચ્‍યું છે. આ જ પ્રદર્શનનું પરિણામ છે કે ઈશાને રેન્‍કિંગમાં સીધા ૩૨ પાયદાનની છલાંગ મારી છે. બીજી તરફ, ભારતીય યુવા બેટ્‍સમેન અભિષેક શર્મા ટી૨૦ રેન્‍કિંગમાં પોતાનું પ્રભુત્‍વ યથાવત રાખવામાં સફળ રહ્યા છે. લાંબા સમયથી ટોચના સ્‍થાને રહેલા અભિષેક આ વખતે પણ નંબર-વન બેટ્‍સમેન તરીકે જાળવાયેલા છે. તેમની રેટિંગ ૯૧૭ છે, જે તેમની સ્‍થિરતા અને સતત પ્રદર્શનને દર્શાવે છે.

(2:52 PM IST)